Malnutrition Free Gujarat: રાજ્ય સરકારની વર્ષોથી અનેક યોજનાઓ છતાં ગુજરાતમાં જાન્યુઆરી-2025ની સ્થિતિએ 5,40,303 બાળકો કુપોષિત હોવાની માહિતી વિધાનસભામાં (Malnutrition Free Gujarat) આપવામાં આવી છે. જેમાં વય સામે ઓછા વજનવાળા અને અતિ ઓછા વજનવાળા બાળકોનો સમાવેશ થાય છે. રાજ્યના 12 જિલ્લામાં જ 1.93 લાખ બાળકો કુપોષિત છે. જો કે મહિલા અને બાળ કલ્યાણ વિભાગે જવાબમાં જણાવ્યું છે કે જાન્યુઆરી-2023ની સરખામણીમાં 2024માં કુપોષિત બાળકોની સંખ્યામાં 1.51 લાખનો ઘટાડો થયો છે.
કુપોષણના મોટી મોટી જાહેરાતનું સુરસુરિયું
વિધાનસભામાં કોંગ્રેસના સભ્યો દ્વારા વિવિધ જિલ્લાઓમાં કેટલા બાળકો કુપોષિત છે તે અંગે સવાલ પૂછવામાં આવ્યા હતા. જેના લેખિત જવાબમાં વિભાગે જણાવ્યું છે કે કુપોષણને દૂર કરવા માટે સરકારે બે વર્ષમાં 510 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં 2023-24માં 264 કરોડ અને 2024-25માં 245 કરોડની રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં તમામ આંગણવાડી કેન્દ્રોમાં ત્રણથી છ વર્ષ સુધીના બાળકોને સવારનો ગરમ નાસ્તો અને બપોરનું ગરમ ભોજન આપવામાં આવે છે. તે ઉપરાંત સપ્તાહમાં બે દિવસ ફળ સહિત અન્ય ભોજન સામગ્રી પણ આપવામાં આવે છે.
આ રહ્યું કુપોષણનું લિસ્ટ
વિવિધ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા લગભગ તમામ તાલુકામાં છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં 42,419, પંચમહાલ જિલ્લામાં 35,242, સાબરકાંઠા જિલ્લામાં 21,472 બાળકો, અરવલ્લીમાં 10729, ગીર સોમનાથમાં 7141, નર્મદા જિલ્લામાં 11,994, નવસારીમાં 7150, પાટણમાં 11868, ડાંગમાં 5100, મહીસાગરમાં 16845, વડોદરામાં 14293 બાળકો કુપોષિત છે.
જેમાં ઓછા વજનવાળા કે અતિ ઓછા વજનવાળા બાળકોનો સમાવેશ થાય છે. જાન્યુઆરી 2023ની સ્થિતિએ 6,91,144 બાળકો કુપોષિત હતા તે જાન્યુઆરી-2024માં 5,40,303 બાળકો કુપોષિત છે એટલે કે 151141 બાળકોનો કુપોષણની અવસ્થામાંથી બહાર કાઢવામાં સરકારને સફળતા મળી છે.
બાળકોને દૂધ સંજીવની યોજના અને ફોર્ટીફાઇડ આટો, ચોખા અને તેલ પણ આપવામાં આવે છે. લાંબા સમયથી કરોડો રૂપિયાના ખર્ચ પછી અનેક યોજનાઓના કારણે કુપોષિત બાળકોની સંખ્યામાં હવે પહેલી વખત ઘટાડાનું નોંધપાત્ર પરિણામ સરકારના દાવા મુજબ દેખાઇ રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App