લગ્નની ના પાડતા પ્રેમીના ઘરની બહાર ધરણા પર બેસી ગઈ પ્રેમિકા- 80 કલાક બાદ થયું એવું કે…

આપણે એવા અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે કે, પ્રેમને મેળવવા વ્યક્તિ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ત્યારે આવો જ એક કિસ્સો ફરી એકવાર સામે…

આપણે એવા અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે કે, પ્રેમને મેળવવા વ્યક્તિ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ત્યારે આવો જ એક કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો ઝારખંડ(Jharkhand)ના ધનબાદ(Dhanbad)માં ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’ આખરે રંગ લાવી છે. અહીં છેલ્લા 80 કલાકથી પ્રેમીના ઘરની બહાર ધરણા પર બેઠેલી પ્રેમિકાનો પ્રેમની આખરે જીત થઇ છે. છોકરા-છોકરીના લગ્ન બંને પરિવારોની સંમતિથી મંદિરમાં થયા છે. સમગ્ર મામલો મહેશપુરનો છે.

મળતી માહિતી મુજબ, મહેશપુર પંચાયતના વડા મનોજ મહતોના નેતૃત્વમાં છોકરા પક્ષના પરિવારના સભ્યો અને છોકરી પક્ષના પરિવારના સભ્યો ગંગાપુર સ્થિત મા લીલૌરીના મંદિરે પહોંચ્યા હતા. મંદિરના પૂજારી ઉદય તિવારીએ તમામ વિધિઓ સાથે લગ્ન કરાવ્યા હતા. આ દરમિયાન સેંકડો ગ્રામજનો પણ ત્યાં હાજર હતા.

તમને જણાવી દઈએ કે, પૂર્વ વસુરિયાની રહેવાસી પ્રેમિકા નિશા અને મહેશપુરમાં રહેતા પ્રેમી ઉત્તમ મહતો વચ્ચે છેલ્લા 4 વર્ષથી અફેર હતું. બંનેએ સગાઈ પણ કરી લીધી. પરંતુ લગ્નના 20 દિવસ પહેલા પ્રેમીએ કહ્યું કે, તે તેની સાથે લગ્ન કરવા માંગતો નથી. જે બાદ ગર્લફ્રેન્ડ પણ તેના પરિવારના સભ્યો સાથે બોયફ્રેન્ડના ઘરે આવી અને દરવાજાની બહાર ધરણા પર બેસી ગઈ. આ દરમિયાન તેનો પ્રેમી ઉત્તમ અને તેના પરિવારના સભ્યો ત્યાંથી ભાગી ગયા હતા.

અંતે નિશાના પિતા વતી રાજગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ જ બંને પક્ષોની અનેકવાર બેઠકો બાદ લગ્ન માટે સહમતિ બની હતી. તે જ સમયે, લગ્ન પછી, પ્રેમિકાએ કહ્યું કે તે ખૂબ જ ખુશ છે કે તેને તેનો પ્રેમ મળ્યો છે અને પોલીસ સ્ટેશનમાં જે કેસ નોંધાયેલ છે તેને પણ પાછો ખેંચી લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *