ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થયું વિમાન, અચાનક બંધ થઇ ગયું એન્જીન અને… હિંમતવાળા જ જોજો લાઈવ વિડીયો

Dhanbad Crash Glider Video: હાલમાં જ એક વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો ઝારખંડ(Jharkhand)ના કોયલાંચલ(Koyalanchal)માં શહેરમાં હવાઈ પ્રવાસ કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી યોજના ગુરુવારના રોજ ત્યારે પડી ભાંગી જ્યારે બરવાડા હવાઈપટ્ટી પરથી ટેકઓફ કર્યા પછી એક વિમાન(ગ્લાઈડર) શહેરની ઉપર ઉડી રહ્યું હતું. આ દરમિયાન ગ્લાઈડરમાં ટેકનિકલ ખામી સર્જાતા તે બેકાબૂ થઈને બિરસા મુંડા પાર્ક પાસેના એક મકાન પર ક્રેશ થયું હતું.

વિમાન ઘર પર અથડાતાં જ આખો વિસ્તાર જોરદાર અવાજથી ધ્રૂજી ઊઠ્યો હતો. ઘટના સમયે વિમાનનો એર પાઈલટ અને અન્ય એક વ્યક્તિ તેમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનામાં બંનેને ઈજાઓ થઈ છે, સાથે જ વિમાનનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.

સ્થાનિક લોકોની મદદથી બંનેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર છે. ઘટના બાદ સ્થાનિક લોકોની મોટી ભીડ સ્થળ પર એકઠી થઈ ગઈ છે. માહિતી મળતા બરવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગ્લાઈડર લોકોને ધનબાદ શહેરમાં હવાઈ પ્રવાસ પૂરો પાડતો હતો. આ ક્રમમાં ગુરુવારે આ ઘટના બની હતી. દુર્ઘટનાનું કારણ ટેકનિકલ ખામી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઘટના સમયે ભૂકંપ જેવો અવાજ સંભળાયો હતો અને અવાજથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. ગ્લાઈડરમાં બે લોકો સવાર હતા, જેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઘરના લોકો માંડ માંડ બચ્યા હતા, જ્યારે પોલીસનું કહેવું છે કે માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *