ગુજરાતના એક નાનાં એવાં ગામડામાંથી નીકળેલા ધીરૂભાઇ અંબાણી દીર્ઘદૃષ્ટા વિચારસરણીનું પરિણામ એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વની મોટી કંપનીઓમાં સામેલ છે.તેમની આ સફળતાની સફર આજે પણ આપણને પ્રેરણા આપે છે. આજે એટલે, કે 6 જુલાઈએ ધીરુભાઇ અંબાણીની પુણ્યતિથિ છે. જાણો, તેના જીવનના કેટલીક રસપ્રદ વાતો.
તેમનું આખું નામ ધીરજ લાલ હિરાચંદ અંબાણી છે. ધીરુભાઈનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ ચોરવાડ પાસેના એક નાનકડા ગામમાં થયો, જે ગુજરાતનાં જૂનાગઢ શહેર પાસે આવેલ છે. ધીરુભાઈના પિતા શાળાના એક શિક્ષક હતા. પાસે આવેલ ગિરનાર ટેકરી પર આવતા યાત્રાળુઓને સમોસા વેચીને ધીરૂભાઇએ પોતાનાં જીવનનાં પહેલા ધંધાની શરૂઆત કરી હતી.
તેમણે માત્ર 10 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો, અને સાબિત કરી બતાવ્યું હતું, કે ટોચના ઉદ્યોગસાહસિક બનવા માટે કોઈ મોટી મેનેજમેન્ટની ડિગ્રી લેવી જરૂરી નથી. તેમની બુદ્ધિ પ્રતિભાની આગળ ભલભલા પાણી ભરે છે. 1955 માં ફક્ત 16 વર્ષની વયે સૌપ્રથમ વખત વિદેશ ગયા હતાં. તે પોતાના ભાઈ રમણીકલાલની સાથે કામ કરવા માટે યમનના શહેર અદનમાં ગયાં હતા.
તેમણે પેટ્રોલ પંપ પર સહાયક તરીકેની પહેલી નોકરી કરી હતી અને તેનો પગાર મહિને ફક્ત 300 રૂપિયાનો જ હતો. થોડા સમય બાદ તે ભારત પાછા આવ્યા અને ગિરનાર શિખર પર યાત્રાળુઓને સમોસા વેચવાની શરૂઆત કરી. 5 વર્ષમાં જ તેમણે 1960માં તેમના એક પિતરાઇ ભાઇ ચંપકલાલ દમાની સાથે રિલાયન્સ કમર્શિયલ કોર્પોરેશનની સ્થાપના કરી નાંખી હતી. તેમની પહેલી ઓફિસ મુંબઈના મસ્જિદ બંદર વિસ્તારમાં નરસિનાથન સ્ટ્રીટમાં 350 ચોરસફૂટના રૂમમાં આવેલ હતી. જેમાં ફક્ત 2 ટેબલ, 3 ખુરશીઓ અને ટેલિફોન હતો.
માત્ર 50,000 રૂપિયાની મૂડી અને 2 સહાયકોની સાથે તેમણે આ વ્યવસાય શરૂ કર્યો હતો. આજે માત્ર મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 11 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે.
તેમની કંપનીનું નામ કેટલીય વાર બદલાઈ ગયું. પહેલાં તેનું નામ બદલીને ‘રિલાયન્સ કમર્શિયલ કોર્પોરેશન’ થયું હતું, જેને બદલીને ‘રિલાયન્સ ટેક્સટાઇલ્સ પ્રાઈવેટ લિમિટેડ’ અને છેવટે હવે ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ’ કરવામાં આવ્યું છે.
ધીરૂભાઇએ નાયલોનની આયાતની શરૂઆત કરી, જેમાંથી તેમને આશરે 300 % નો નફો મળ્યો.1996માં રિલાયન્સ એસ એન્ડ પી, મૂડીઝ જેવી આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સીઓ દ્વારા રેટિંગની શરૂઆત કરનારી ભારતની પહેલી ખાનગી કંપની બની હતી.
તેમના નેતૃત્વ હેઠળ રિલાયન્સે તેની વાર્ષિક સામાન્ય સભા AGM સ્ટેડિયમમાં યોજી હતી. 1986માં આવી જ એક AGMમાં કુલ 3.50 લાખ લોકોએ ભાગ લીધો હતો.ત્યારબાદ, તેમણે પેટ્રોકેમિકલ, ટેલિકોમ, એનર્જી, પાવર જેવા બીજાં ઘણા ક્ષેત્રોમાં પણ તેમનાં વ્યવસાયને વધાર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news