આ ચમત્કારી મંદિરમાં માત્ર ધૂળ ચડાવવાથી થાય છે તમામ મનોકામના પૂર્ણ- હોળીના મેળામાં દર્શન કરવાથી મહાદેવ થાય છે અતિ પ્રસન્ન

Dhuleshwar Mandir: અઢળક સંપતિઓ મંદિરોનાં નામે છે. લોકો મંદિરોમાં સોના,ચાંદી,રૂપિયા વગેરે ચડાવવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઇ થશે કે,જૂનાગઢમાં કેશોદથી 13 કિલોમીટર દૂર ઈસરા…

Dhuleshwar Mandir: અઢળક સંપતિઓ મંદિરોનાં નામે છે. લોકો મંદિરોમાં સોના,ચાંદી,રૂપિયા વગેરે ચડાવવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઇ થશે કે,જૂનાગઢમાં કેશોદથી 13 કિલોમીટર દૂર ઈસરા ગામ ધૂળેશ્વર મંદિર આવેલું છે. અહીં ધુળેટીના દિવસે આજુબાજુના 50થી વધુ ગામના લોકો અહીં માનતા(Dhuleshwar Mandir) લઈને આવે છે. અહીં ધૂળ અને મીઠું ચડાવવામાં આવે છે.

અહીં ઇ.સ.1600 આસપાસ મંદિરની સ્થાપના થઇ હોવાનું માનવામાં આવે છે. વંથલીનાં દેવાયત પંડિત ગાયો ચરાવવા આવતા હતા.ત્યારે એક ગાય રોજ રાફળા પર દુધની ધારા કરતી હતી. એક દિવસ આ જગ્યાએ તપાસ કરતા અંદરી શીવ લીંગ નિકળ્યુ હતુ.બાદ તેની દેવાયત પંડિતે સ્થાપના કરી છે.તેમજ આ વિસ્તારમાં ચારણો ટીંબો હોવાનુ પણ માનવામાં આવે છે.

ધૂળ અને મીઠું ચડાવાય છે
ધુળેટીનાં દિવસે ઇસરા ગામમાં મેળો ભરાય છે. અહીં ધૂળ ચડાવવામાં આવે છે. આ જગ્યાએ પહેલા માટીનો રાફળો હતો. લોકો ધૂળ ચડાવતા મોટો ઢગલો થઇ ગયો છે. અહીં ધૂળ ચડાવવાની અનેરી પરંપરા છે.તેમજ જો કોઇ વ્યકિતનાં હાથ -પગનો દુ:ખાવો હોય અને ધૂળેશ્વરની માનતા રાખવામાં આવે તો તેના હાથ-પગ સાજા થઇ જાય છે. બાદ અહીં લોકો શ્રધ્ધા સાથે માનેલ કોઇ પણ માનોકામનાં અહી પૂર્ણ કરવા ધૂળ ચડાવવા આવે છે.

મનોરંજન માટે અહીં ઘોડા સહિતની રેસ
અહીં લોકોના મનોરંજન માટે ઘોડા, ઊંટ સહિતના પ્રાણીઓની રેસ યોજાય છે.આ રેસમાં કોઇને વિજેતા જાહેર કરવામાં આવતા નથી. માત્ર મનોરંજન માટે રેસ યોજાય છે.તેમજ ધુળેટી દરમિયાન અહીં મેળો યોજાય છે. આ મેળામાં દૂર દૂરથી લોકો આવે છે અને અહીંયા માનવ મહેરામણ ઉમટી પડે છે. અહીં લોકો દિકરા માટે માનતા રાખે છે અને જો દિકરાનો જન્મ થાય, તો લોકો અહીં સવા મણ ઘૂઘરી લઈને આવે છે.

શ્રીફળ અને ખીર ચડે છે
સામાન્ય રીતે શંકર ભગવાનનાં મંદિરમાં શ્રીફળ વધેરવામાં આવતુ નથી. તેમજ ખીર ચડાવવામાં આવતી નથી. પરંતુ એક માત્ર ધૂળેશ્વર મહાદેવને શ્રીફળ વધેરવામાં આવે છે.અને ખીર પણ ચડાવાવમાં આવે છે.