રત્નકલાકારની દીકરીએ રમતગમત ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં વગાડ્યો ડંકો – અત્યાર સુધીમાં મળી ચુક્યા છે આટલા ગોલ્ડ મેડલ

બોક્સિગ રીંગમાં વિરોધી પ્લેયરને ધડાધડ મુક્કા મારતી મેરી કોમને જોઇ દેશની ઘણી દીકરીઓ તેણીના નકશે કદમ પર ચાલવા ઉત્સાહી બની બોક્સીંગ રીંગમાં મુક્કેબાજી કરવા આગળ આવી છે. આનંદની વાત તો એ છે કે, રાજ્યમાં કેટલીક દીકરીઓ બોક્સીંગ ક્ષેત્રમાં કમાલ કરી રહી છે.

ગુજરાતમાં આવેલ સુરત શહેરના રત્નકલાકારની દીકરીએ નેશનલ લેવલ પર પર્ફોમ કરી મુક્કેબાજીની રમતમાં કુલ 11 ગોલ્ડ તથા 1 બ્રોન્ઝ મેડલ મેળવીને સુરતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે. અનેક મુશ્કેલીઓની વચ્ચે રિયા ઉપાધ્યાયે બોક્સીંગ એથ્લેટીક્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યા પછી બોક્સીંગ રીંગમાં પોતાના જલવા વિખેરવા માટે આગળ આવી છે. ફક્ત 4 વર્ષની કારર્કીદીમાં રીયાએ બોક્સીંગમાં નોંધપાત્ર સફળતા મેળવી છે.

દીકરીઓને રમતગમત ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટે આગળ આવી :
રિયાએ કહ્યું હતું કે, 21મી સદીમાં દીકરીઓ માટે બધાં ક્ષેત્રમાં આગળ વધવાના દરવાજા ખુલી ગયાં છે. ગરીબ પરિવારના માતા-પિતા પણ પોતાની દીકરીને રમતગમત ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવા માટે આગળ આવી રહ્યા છે કે, જે સમાજમાં આવેલ હકારાત્મક બદલાવના ચિહ્નો છે.

પુરુષ-સ્ત્રી બન્નેને જીવનમાં આગળ વધવા માટે એકસમાન તકનું નિર્માણ થાય તો એક શ્રેષ્ઠ સમાજનું નિર્માણ શક્ય છે. આપણું ગુજરાત આમ પણ ૫હેલેથી ઉદાર વિચારવૃત્તિ ધરાવે છે એટલે કે, સમાન તકનું નિર્માણ કાર્ય આપણે ત્યાં ઝડપથી શક્ય છે. બસ યાદ એટલું રાખવું કે, આની માટે પ્રોત્સાહક તેમજ હકારાત્મક વિચારધારા હોવી જરૂરી છે.

રત્નકલાકાર પિતા બોક્સીંગમાં ટોચની ખેલાડી બનવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે:
છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં દીકરા-દીકરીઓ બન્નેએ રમતગમત ક્ષેત્રમાં કાંઠુ કાઢ્યું છે તથા એમાં પણ હવેના સમયમાં વાત ફક્ત ક્રિક્રેટની રમત સુધી મર્યાદિત રહી નથી. ક્રિકેટ સિવાયની રમતમાં પણ યુવાઓને આગળ વધવા માટે માતા-પિતા, પરિવાર તેમજ સમાજ તરફથી પ્રોત્સાહન મળી રહ્યું છે.

મારા (બોક્સર રિયાના) કિસ્સામાં પણ આ જ સમીકરણ કામ કરી ગયું છે. હીરા ઘસુ કારીગરના પરિવારની દીકરી મુક્કેબાજીમાં કારર્કીદી બનાવે તે કદી એના પરિવારે વિચાર્યું પણ ન હતું. મારા પિતા હીરામાં કારીગર તરીકે નોકરી કરે છે. દીકરીને શાળાકીય સમય વખતે ગોળાફેંક તથા ચક્ર ફેંકની રમતમાં પ્રોત્સાહન આપ્યા પછી જીવનના નિર્ણાયક તબક્કે બોક્સીંગની દુનિયામાં ટોચની પ્લેયર બનવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

રાષ્ટ્રની ટોચની 5 પ્લેયરમાં સ્થાન બનાવવાનું લક્ષ્ય:
કુલ 4 વર્ષ પહેલાં 17 વર્ષની ઉંમરે બોક્સીંગ રીંગમાં પર્દાપણ કરીને રાજ્ય તથા રાષ્ટ્રીય લેવલ પણ અનેક મેડલ મેળવી નોંધપાત્ર સફળતા મેળવી હતી. ખૂબ જ ટૂ્ંકા સમયગાળામાં મહેનત તથા પ્રદર્શનના જોરે રાષ્ટ્રની ટોચની કુલ 5 પ્લેયરમાં સ્થાન બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

જેની માટે ધાકડ ગર્લ રીંગમાં ગ્લોવઝ પહેરીને પરસેવો પાડી રહી છે. રીયા જણાવે છે કે, મારું સૌભાગ્ય છે કે મને મારા પરિવાર તેમજ પિતા તરફથી સહકાર, માર્ગદર્શન અને સતત પ્રોત્સાહન પણ પ્રાપ્ત થયું છે પરંતુ તમામ લોકોના નસીબમાં આ શક્ય હોતું નથી. રમત-ગમત ક્ષેત્રમાં કારર્કીદી બનાવવાં માટે દીકરીઓને અનેક મુશ્કેલીઓ આવતી હોય છે. હું મારી સાથેની દીકરીઓને આગળ વધવા માટે સતત પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરું છું.

બોક્સીંગ એકેડમી ખોલી 5 દીકરીઓને બોક્સીંગ શીખવે છે:
મેં થોડા સમય પહેલાં બોક્સીંગ એકેડમી ખોલી છે. કુલ 5 દીકરીઓને હું બોક્સીંગ શીખવું છું. આગળ જતાં મને સુરતમાં રાષ્ટ્રીય સ્તરની મોટી બોક્સીંગ એકેડમી ખોલીને વધુમાં વધુ દીકરીઓને આ ક્ષેત્રમાં કારર્કીદી બનાવવા માટે પ્રોત્સાહન પુરું પાડવું છે.

હાલમાં તો હું સતત પ્રેક્ટીસ કરીને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ટુર્નોમેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે દોડી રહી છું. મારું માનવું છે કે, સમાન તકોનું નિર્માણ થાય તો દીકરીઓ પણ રમત ગમત ક્ષેત્રમાં જ્વલંત સફળતા મેળવવા માટે સક્ષમ રહેલી છે.

બોક્સીંગની સુરતની 2 નેશનલ પ્લેયર પૈકી એક :
રિયાએ કહ્યું હતું કે, છેલ્લા 4 વર્ષમાં રાજ્ય, ઓલ ઇન્ડિયા ફેડરેશન, ખેલ મહાકુંભ, ઇન્ટર કોલેજ, ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી મળીને કુલ 12 કોમ્પિટિશનમાં 11 ગોલ્ડ તથા વર્ષ 2019માં નેશનલ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.

સુરતની 2 નેશનલ પ્લેયર પૈકીની એક છે. ગુજરાતમાંથી અંદાજે 6-7 દીકરીઓ નેશનલ પ્લેયર્સ તરીકે બોક્સીંગ કરી રહી છે. આટલું જ નહીં પણ દરરોજ સવાર-સાંજ કુલ 3 કલાક પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. આની સાથે ખોરાકની વાત કરવામાં આવે તો વધારે પ્રોટીન ખોરાક જ લેવો પડે છે.

મલ્ટી વિટામિનસની ગોળીઓ ખાય એનર્જી જાળવી રાખીએ છે. કુલ 12 મિનિટની બોક્સીંગની એક મેચ હોય છે. જેમાં 3 મિનિટના કુલ 3 રાઉન્ડ હોય છે. મોટાભાગમાં પહેલાં રાઉન્ડમાં જ નોક આઉટ કરીને ગોલ્ડ તથા બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા છે એ પણ એક સુરતના નામે અનોખો રેકોર્ડ જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *