સુરતના ડાયમંડ વર્કર યુનિયને 1 મહિનાના વેકેશનનો એડવાન્સ પગાર આપવાની માંગ કરી

કોરોના વાયરસે વિશ્વભરમાં ખૌફ નો માહોલ ઉભો કરી દીધો છે. ગુજરાતમાં પણ કોરોનને કારણે શાળા-કોલેજો, મંદિરો વગેરે 14 દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હીરાના કારખાનાઓમાં પણ વેકેશન પડવાની સંભાવના છે. જેને લઈને સુરતના ડાયમંડ વર્કર યુનિયને એક બેઠક બોલાવીને અમુક નિર્ણયો લીધા અને કલેક્ટર ઓફિસે આવેદન આપ્યું.

કોરોના વાઇરસને લઇને આજે ડાયમંડ વર્કર યુનિયને જિલ્લા કલેકટ કચેરીમાં રજુઆત કરી હતી કે જેમ સ્કુલ કોલેજોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યા છે. એવી જ રીતે હિરા ઉદ્યોગના તમામ રત્નકલાકારોને એક મહિનાનો પગાર આપીને વેકેશન જાહેર કરવામાં આવે.

કોરોનાને લઇને પાલિકા દ્વારા સાવચેતીના પગલાં લેવાનું શરૃ કર્યુ છે. ત્યારે મુખ્ય હેતુ વધુ ને વધુ લોકો ભેગા નહીં થાય તે માટે નો છે. આ પગલાંને લઇને સ્કુલ, કોલેજોમાં બે અઠવાડિયાની રજા જાહેર કરી દેવાઇ છે. તો સુરત ડાયમંડ સીટી તરીકે ઓળખાતુ હોવાથી આજે ડાયમંડ વર્કર યુનિયનના હોદેદારોએ અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજુઆત હિરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોને ફેકટરીમાં સ્વાસ્થ્ય કે સ્વચ્છતાને લગતી કોઇ જ સુવિધાઓ આપવામાં આવતી નથી. કોરોનાનો ભય રત્નકલાકારોને સૌથી વધુ હોવાનું કારણ એક ઓરડીમાં બે ફુટના અંતરે ચાર લોકો કામ કરતા હોય છે.

આગામી દિવસોમાં રત્નકલાકારોને વગર પગારે વેકેશન પર જવાની ફરજ પડાશે તો જોવા જેવી થશે. કેમકે હાલ પણ રત્નકલાકારો આર્થીકતંગીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જો કોરોનાથી કે આર્થિકતંગી અથવા બેરોજગારીના કારણે જો રત્નકલાકાર આપધાત કરશે તો એના માટે કારખાનેદાર અને સરકાર તથા તેમના અધિકારીઓ જવાબદાર રહેશે. આથી જેમ સ્કુલ કોલેજોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે હિરા ઉદ્યોગના તમામ રત્નકલાકારોને એક મહિનાનો પગાર આપી વેકેશન જાહેર કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *