રિપબ્લિક ટીવીના માલિક અને મુખ્ય સંપાદક અર્નબ ગોસ્વામીને મહારાષ્ટ્ર પોલીસે 2018 ની આત્મહત્યાના કેસમાં સંદર્ભમાં ધરપકડ કરી હતી. અર્નબનો દાવો કર્યો હતો કે ધરપકડ દરમિયાન રાયગઢ પોલીસે તેની ઉપર હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયા પર હવે બે ફોટોગ્રાફ્સ શેર કરવામાં આવી રહ્યા છે જેમાં દાવો કરાઈ રહ્યો છે કેપોલીસે ગોસ્વામીને નિર્દયી રીતે માર માર્યો હતો.
તદુપરાંત, અર્નબ ગોસ્વામીની ધરપકડના વિઝ્યુઅલ્સ વ્યાપકપણે રિપબ્લિક ટીવી દ્વારા દેખાડવામાં આવ્યા હતા. વીડિયોમાં દેખાડવામાં આવ્યું હતું કે ધરપકડનો પ્રતિકાર કરતી વખતે પોલીસે ગોસ્વામીને તેના ઘરની બહાર ખેંચીને લઈ ગયા હતા. પણ કોઈ હાથાપાઈ પણ થઇ નહોતી.
ભાજપના પ્રવક્તા ગૌરવ ગોયલે આ તસવીરોને ટ્વિટ કરીને લખ્યું છે કે, “વિશ્વાસ નથી થતો કે આ અર્નબ ગોસ્વામી છે”
Can’t believe he is #ArnabGoswami
If it’s real…..Maharashtra Govt has asked for the dooms day.I m terribly Perturbed.#महाराष्ट्र_सरकार_बरखास्त_करो @TajinderBagga pic.twitter.com/80l4iwJGq1
— Gaurav Goel (@goelgauravbjp) November 4, 2020
વધુ એક ટ્વીટર યુઝર સુધીર મિશ્રાએ આ તસવીરો ટ્વીટ કરી હતી. આ યુઝરને ભાજપના નેતાઓ કપિલ મિશ્રા અને તાજિંદર બગ્ગા ફોલો પણ કરે છે. “આવી તસવીરો આવી રહી છે. શું આ સત્ય છે? શું હિન્દુત્વ સૈનિકો પર આ રીતે હુમલો કરવામાં આવશે? તમારી આંખો ખોલો અને જુઓ, બે પોલીસકર્મીઓએ તેના પગ પકડ્યા છે, બીજાએ તેની છાતી પર પગ રાખ્યો છે અને તેઓ તેને પટ્ટા વડે ઘા કરી રહ્યા છે. ‘
પરંતુ જયારે આ વાતની ખરાઈ કરવામાં આવી ત્યારે અત્યંત ચોંકાવનારી વાતો સામે આવી. હકીકતમાં આ તસ્વીરો ઉત્તર પ્રદેશનો દેવરિયા જિલ્લાના મદનપુર પોલીસ સ્ટેશન હેઠળના મહેન ગામના રહેવાસી વિશ્વેશ્વર તિવારીએ 8 મી જાન્યુઆરીએ સુમિત ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણે દાવો કર્યો હતો કે સુમિતે તેનો મોબાઇલ ફોન ચોરી લીધો હતો. પોલીસ જવાનો આરોપીને પોલીસ મથકે લાવ્યા હતા અને તપાસ કર્યા વગર જ તેને માર માર્યો હતો. જોકે આ વિડીયો વાઈરલ થતા માર મારનાર પોલીસને સસ્પેન્ડ કરવામાં આઆવ્યા હતા અને તેમની સામે એફઆઈઆરનો આદેશ આપવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ગોસ્વામીના પોલીસે હુમલો કર્યાના આરોપોને અલીબાગ કોર્ટે ફગાવી દીધા હતા. રિપબ્લિક ટીવી સંપાદક વિરુદ્ધ પોલીસ ટીમે તેમના મુંબઇ નિવાસસ્થાને પહોંચી ત્યારે પોલીસ અધિકારીએ “મહિલા અધિકારી પર હુમલો કરવો” હોવાના આરોપ હેઠળ પોલીસે બીજી એફઆઈઆર દાખલ કરી હતી.
આમ યુપી પોલીસે કથિત મોબાઇલ ફોન ચોરને નિર્દયતાથી માર્યો હોવાનો એક જુનો વીડિયોમાનો એક ફોટોને મહારાષ્ટ્ર પોલીસે અર્નબ ગોસ્વામીને માર્યો હોવાનો બતાવે છે જે ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle