Diesel Tanker News: અજમેરથી જયપુર જઈ રહેલ ડીઝલથી ભરેલું ટેન્કર અચાનક હાઇવે પર પલટી ગયું હતું. હાઈવે પર કારચાલકને બચાવવા જતા ટેન્કર (Diesel Tanker News) પલટી ગયું હતું. આ ઘટના બાદ હાઇવે પર હડકંપ મચી ગયો હતો. આસપાસ ગામના લોકો ભેગા થઈ ગયા હતા. ઘટના વિશે જાણકારી થતા સિવિલ લાઇન પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. ટેન્કરમાંથી લીકેજ થવાને કારણે એક સાઈડ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. પોલીસે ઉતાવળમાં ક્રેન બોલાવી ટેન્કરને સીધું કર્યું હતું.
તેમજ બે ક્રેનની મદદથી લગભગ દોઢ કલાકની ભારેન જહેમત બાદ ટેન્કરને સીધું કરવામાં આવ્યું હતું. હાલ સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારી તપાસમાં જોડાયા છે. 29,000 લિટર ડીઝલથી ભરેલું ટેન્કર શિરોહીથી જયપુર દુદુ તરફ જઈ રહ્યું હતું. તેવામાં અજમેર નેશનલ હાઈવે 8 પર એક કાર ચાલક એ સાયકલ સવાર મહિલા અને વ્યક્તિને ટક્કર મારી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલ ટેન્કર ચાલકએ કારને બચાવવા માટે ટેન્કરને વાળ્યું હતું, તો તે અચાનક પલટી ગયું હતું.
લોકો લૂંટી ગયા ડીઝલ
ટેન્કર પલટ્યા બાદ મોટો અવાજ થયો હતો અને તેના લીધે આસપાસના ગ્રામીણ લોકો ભેગા થઈ ગયા હતા. સાથે જ આ ગામના લોકો રસ્તા પર રહેલું ડીઝલ વાસણોમાં ભરી ભરી લઈ જવા લાગ્યા હતા. જોકે આ દરમિયાન કોઈ જાનહાની થઈ ન હતી. તેમજ આ દુર્ઘટનાની જાણકારી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી.
પોલીસે એક લેન બંધ કરી
જાણકારી મળ્યા બાદ સિવિલ લાઈન પોલીસ અને નેશનલ હાઈવેની ટીમ ઘટના સ્થળે પહોંચી અને એમ્બ્યુલન્સ સહિત અગ્નિશામક વિભાગની ગાડીઓને પણ ઘટના સ્થળે બોલાવી હતી. આ દરમિયાન ટેન્કરમાંથી ડીઝલ લીક થવા લાગ્યું. એટલા માટે સિવિલ લાઈન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એક સાઈડનો હાઇવે બંધ કરાવી દીધો હતો. ત્યારબાદ ક્રેનની મદદથી ટેન્કરની સીધું કરવામાં આવ્યું. આ તમામ કામગીરીમાં દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદ પોલીસે ફરીથી યથાવત હાઇવે શરૂ કરાવ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App