પિતાનો પડછાયો ગુમાવ્યા પછી ઘણીવાર પરિવાર તૂટી પડે છે, પરંતુ 22 વર્ષની પુત્રી સોનીએ હિમ્મત હારી ન હતી. જ્યારે તેના પિતાના મૃત્યુથી પરિવારના દરેક લોકો ગભરાઈ ગયા હતા, ત્યારે તે પરિવારને ટેકો આપીને ઉભી રહી અને હરિયાણા રોડવેઝના હિસાર ડેપોમાં તેને નોકરી કરવા લાગી હતી.
મળતી માહિતી અનુસાર, નોકરી મળવાના પાંચ દિવસ પહેલા દીકરીના માથા પરથી પિતાનો પડછાયો ખોવાઈ ગયો હતો. 27 જાન્યુઆરી 2019 ના રોજ સોનીના પિતા નરસીનું બીમારીને કારણે મૃત્યુ થયું હતું. માતા મીના દેવી ગૃહિણી છે. સોની 31 જાન્યુઆરી 2019 ના રોજ મિકેનિકલ હેલ્પરની પોસ્ટ પર હિસાર ડેપોમાં જોડાયા હતા.
સોનીએ માર્શલ આર્ટ્સની પેંચક સિલાટ રમતની રાષ્ટ્રીય સ્પર્ધામાં સતત ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. હિસારના રાજલી ગામમાં રહેતી સોની હિસાર ડેપોમાં મિકેનિકલ હેલ્પર તરીકે કામ કરતી હતી. સોની આઠ ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરના છે.
પિતાનું સપનું હતું કે, દીકરી સ્પોર્ટ્સપર્સન બને અને દેશના નામે મેડલ જીતી લાગે. વર્ષ 2016 માં સોનીએ માત્ર પિતાના કહેવાથી રમવાનું શરૂ કર્યું હતું. તેણે સતત ત્રણ ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા. તેને સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ગ્રુપ ડીમાં નોકરી મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.