સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. ઉત્તરાખંડમાં આવેલ દહેરાદૂનમાં ચાનું કેફે હાલમાં ખુબ ચર્ચામાં આવી રહ્યું છે. તેનું એકમાત્ર કારણ છે આ કેફેનું નામ.
દહેરાદૂનમાં રહેતાં 21 વર્ષીય દિવ્યાંશુએ ‘દિલ તૂટા આશિક‘ નામનું ચાનું કેફેની શરૂઆત કરી છે. કેફેનું આ નામ રાખવાનું કારણ જાતે જ લોકોને જણાવી રહ્યા છે. હકીકતમાં, પ્રેમમાં દગો મળતા કેટલાંક પ્રેમીઓ ઉદાસ થઈ જતાં હોય છે. દિવ્યાંશુની હાલત પણ આવી જ હતી પણ થોડા સમયમાં જ તેણે પોતાની જાતને સંભાળી લીધી.
દિવ્યાંશુ છેલ્લા 6 મહિના સુધી ડિપ્રેશનમાં રહ્યો હતો તેમજ સતત પબજી રમતો હતો. અચાનક જ તેણે નક્કી કર્યું કે, હવે તે આવી રીતે નહીં જીવે તેમજ ચાનું કેફે ખોલશે. જેનું નામ ‘દિલ તુટા આશિક’ રાખવામાં આવ્યું હતું. નામને લઈ જ ખુબ પ્રખ્યાત બન્યું છે.
કેફેનું નામ જોઈને જામી લોકોની ભીડ :
આશ્ચર્યની વાત તો એ છે કે, આ કેફેનુ નામ જોઇને લોકો અહીં ચા પીવા માટે આવે છે. અહીં લોકોની ખૂબ ભીડ એકત્ર થાય છે. આ કેફે દેહરાદૂનમાં આવેલ GMS રોડ પર આવેલ છે. લોકોના આકર્ષણનું કારણ કેફેનું નામ છે. તેની પાસેનાં વિસ્તારોમાં પણ ખુબ ચર્ચામાં રહ્યું છે. દિવ્યાંશુ પણ કેફેમાં આવતા લોકોને પોતાના અનુભવ જણાવી રહ્યો છે.
દિવ્યાંશુંનું જણાવવું છે કે, આ કેફેની મુલાકાત લેવા માટે આવતા યુવાનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેઓને તેમના માતાપિતાનો સંપૂર્ણપણે ટેકો મળ્યો છે. જો કે, શરૂઆતમાં તેના પિતા ખુબ ભય અનુભવી રહ્યા હતા પણ હવે તે પણ ખુબ ખુશ છે.
દિવ્યાંશુ જણાવે છે કે, તે યુવાનોને કહી રહ્યો છે કે પ્રેમ કરવામાં કંઈ ખોટું નથી પણ જો તેમને પ્રેમમાં ક્યારેય પણ દગો મળે તો તેઓ ઉદાસ ન થવું જોઈએ પણ જીવનની નવી રીત શોધવી જોઈએ. જેને કારણે તે દેશના યુવાનો માટે પ્રેરણારૂપ બન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle