ઇફકોના ચેરમેનની ચૂંટણી બીન હરીફ જાહેર, દિલીપ સંઘાણી ફરીવાર બન્યા ચેરમેન

Dilip Sanghani became IFFCO Chairman: ભારતની મોટી ખેડૂત સહકારી સંસ્થાનાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની દિલ્લી ખાતે ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરિફ ચૂંટાયા (Dilip Sanghani became IFFCO Chairman) છે. જ્યારે વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંહ ચૂંટાયા હતા.ગઈકાલે ઈફ્કોનાં ડિરેક્ટરની ચૂંટણી પણ યોજાઈ હતી.

ગત રોજ દિલ્લી ખાતે ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ
સૌથી મોટી સહકારી સંસ્થા ઈફ્કોમાં ખાલી પડેલ ડિરેક્ટર પદ માટે ગત રોજ ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા છેલ્લી બે ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવતા જયેશ રાદડિયાની જગ્યાએ બિપિન પટેલને મેન્ટેડ આપવામાં આવતા રાજકીય માહોલમાં એકદમ ગરમીનો માહોલ સર્જ્યા હતો.

ગત રોજ દિલ્હી ખાતે ડિરેક્ટર પદની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જયેશ રાદડિયાની જીત થવા પામી હતી. જેમાં કુલ 182 મતદારોમાંથી બે મતદારો વિદેશમાં રહે છે. મતદાનમાં કુલ 180 મતદારો પડ્યા હતા. જેમાં જયેશ રાદડિયાને 113 મત જ્યારે બિપિન પટેલને 98 મત મળ્યા હતા. આજે ઈફ્કોનાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ છે.

ચેરમેન પદ માટે દિલીપ સંઘાણીએ ભર્યું હતું ફોર્મ
તેમના સિવાય અન્ય કોઈ ઉમેદવારએ ઉમેદવારી ન નોંધાવતા બિનહરીફ રીતે જીત મેળવી છે. અગાઉ ડાયરેક્ટરની ચૂંટણીમાં ભાજપનું મેન્ડેટ બિપિન પટેલને મળ્યું હતું.

ઈફ્કોની યોજાયેલી છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા ચૂંટાય છે
ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા જીતતા આવ્યા છે. ત્યારે આ વર્ષે સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં એક મુશ્કેલી ઉભી થઈ હતી. જેમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું. છતાં પણ જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું. જેને લઈ જયેશ રાદડિયા અને બિપીન પટેલ તેમજ મોડાસાના પંકજ પટેલ વચ્ચે એક જંગ થઈ હતી.

સૌરાષ્ટ્રના મતદારોનો દબદબો રહ્યો
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું છતાં પણ જયેશ રાદડિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે મોડાસાના પંકજ પટેલે ત્રીજા ઉમેદવાર તરીકે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી અને પંકજ પટેલે બિપીન પટેલને સમર્થન જાહેર કર્યું હતું. એકંદરે ઈફકોમાં સૌરાષ્ટ્રના મતદારોનો દબદબો રહેતો હોય છે ત્યારે જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રના મતદારોને તરફેણમાં વાળવામાં સફળ રહ્યા છે.