શિવસેનાના 40 ધારાસભ્યો રાતોરાત જ સુરત છોડીને આ શહેરમાં પહોચ્યા- જાણો શું છે લેટેસ્ટ અપડેટ?

મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. શિવસેના(Shiv Sena)ના મંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) પાર્ટીના ધારાસભ્યો સાથે આસામ(Assam) પહોંચી ગયા છે. તેઓ અહીં હોટેલ રેડિશન બ્લુ(Radisson…

મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. શિવસેના(Shiv Sena)ના મંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) પાર્ટીના ધારાસભ્યો સાથે આસામ(Assam) પહોંચી ગયા છે. તેઓ અહીં હોટેલ રેડિશન બ્લુ(Radisson Blu Hotel Guwahati)માં રોકાયા છે. ત્યાં 50 રૂમ બુક કરવામાં આવ્યા છે. તે જ સમયે, ઉદ્ધવ સરકારના નેતાઓ તરફથી શિંદેને મનાવવાના પ્રયાસો ચાલુ છે. મોડી સાંજે શિવસેનાના બે નેતાઓ સુરત(Surat)માં શિંદેને મળ્યા હતા અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બંને નેતાઓની મુલાકાત બાદ એકનાથ શિંદેએ મિલિંદ નાર્વેકરના ફોન પરથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી. આ વાતચીત લગભગ 10 મિનિટ સુધી ચાલી હતી. શિંદેની ઉદ્ધવની પત્ની રશ્મિ ઠાકરે સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. શિંદેએ કહ્યું કે તેઓ પાર્ટીના ભલા માટે આ પગલું ભરી રહ્યા છે. અત્યાર સુધી તેણે કોઈ નિર્ણય લીધો નથી કે કોઈ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા નથી. સીએમ ઉદ્ધવ ઠાકરેએ શિંદેને વિચાર કરીને પાછા આવવા કહ્યું છે. અત્યાર સુધી આ વાતચીતમાંથી કોઈ ઉકેલ આવ્યો નથી.

ગુવાહાટી એરપોર્ટથી નીકળતી વખતે એકનાથ શિંદેએ કહ્યું હતું કે શિવસેના છોડી નથી, બાળાસાહેબના હિન્દુત્વને આગળ લઈ જશે. જ્યારે એક ધારાસભ્ય અબ્દુલ સત્તારે મજાકના સ્વરમાં કહ્યું કે તેઓ બિરયાની ખાવા આવ્યા છે. તો ગૃહ રાજ્ય મંત્રી શંભુ રાજેએ જય મહારાષ્ટ્ર કહ્યું છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે એકનાથ શિંદે તેમના ધારાસભ્યોની ચોક્કસ સંખ્યા ધરાવતો પત્ર રાજ્યપાલને સોંપશે. શિંદેએ તેમની સાથે શિવસેનાના 40 ધારાસભ્યો અને 6 અપક્ષ હોવાનો દાવો કર્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, રાજ્યના એક વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના નેતાએ મંગળવારે સાંજે કહ્યું કે, તેમની પાર્ટી રાજ્યમાં સરકાર બનાવવાની સંભાવનાઓ શોધી રહી છે. દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની અગાઉની સરકારમાં મંત્રી રહેલા આ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “સત્તામાં ફેરફાર આવે તે અમારી પ્રાથમિકતા છે.”

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ભાજપ શાસિત ગુજરાતના સુરત શહેરમાં શિંદેની સાથે પાર્ટીના 14 થી 15 ધારાસભ્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે નીતિન દેશમુખ સહિત આમાંથી બે ધારાસભ્યોને માર મારવામાં આવ્યો હતો અને દેશમુખને હાર્ટ એટેક આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે સહયોગી પક્ષના નેતાઓ સાથે બેઠક યોજી હતી. શિવસેનાના નેતાઓ સાથેની બેઠકમાં ઠાકરેએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે બળવાખોર વલણ દર્શાવી રહેલા એકનાથ શિંદે ટૂંક સમયમાં પાર્ટીમાં પાછા ફરશે. દરમિયાન, શિવસેનાના ધારાસભ્યોને મુખ્યમંત્રી આવાસથી મુંબઈની એક હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *