અનાથ-જરૂરીયાતમંદ બાળકો માટે રાજકોટની આ મહિલાએ શરુ કર્યું અભિયાન- જાણીને ગર્વ થશે

રાજ્યમાં આવેલ મૂળ રાજકોટ શહેરના તેમજ હાલમાં મુંબઈમાં રહેતી રિન્ટુ કલ્યાણી રાઠોડે વિસર્જન કર્યા પછી ગણેશજીની મૂર્તિઓની તરછોડાયેલી હાલત નિહાળીને ખુબ પીડા અનુભવતા હતા. જેના…

રાજ્યમાં આવેલ મૂળ રાજકોટ શહેરના તેમજ હાલમાં મુંબઈમાં રહેતી રિન્ટુ કલ્યાણી રાઠોડે વિસર્જન કર્યા પછી ગણેશજીની મૂર્તિઓની તરછોડાયેલી હાલત નિહાળીને ખુબ પીડા અનુભવતા હતા. જેના ઉકેલ માટે તેમણે ચોખા, ચોકલેટ, હળદરમાંથી ગણેશજી બનાવવાની શરૂઆત કરી હતી. હાલમાં તેઓ સાત્વિક તથા પર્યાવરણ માટે અનુકૂળ એવી ચીજવસ્તુમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં નિષ્ણાંત બની ગયાં છે.

આટલું જ નહીં પણ તેઓ બીજા લોકોને પણ આવી મૂર્તિઓ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનું તેમજ તાલિમ આપવાનું કામ કરી રહી છે. આની સાથે જ તેમણે બહેનોને રોજગારી મળે તેમજ ગરીબોને મદદરૂપ થઇ શકે એના માટે પ્લાસ્ટિકનો રિ- સાઇકલ પ્રોજેક્ટની શરૂઆત કરી છે.

વિવિધ વિસ્તારમાંથી પ્લાસ્ટિક એકત્ર કર્યા પછી તેમાંથી ચટાઈ બનાવવામાં આવે છે. આ ચટાઈ ગરીબ તથા સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને વિનામૂલ્યે આપવામાં આવે છે. પ્લાસ્ટિકમાંથી ચટાઇ બનાવવાનું કામ જરૂરિયાતમંદ પરિવારની બહેનોને આપીને તેને પગભર કરવામાં આવે છે.

અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, નેપાળ, કેરળ, મુંબઇ સહિત સમગ્ર દેશમાં થેપલા, અનાજ, વગેરે પહોંચાડી દેવામાં આવ્યું છે. આની માટે ફૂડ કલેક્શન પણ રાખવામાં આવે છે. પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને નુકસાન થતું જોઇને 1 જાન્યુઆરી વર્ષ 2021 ના રોજ એક પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. જેની અંતર્ગત વપરાયેલ પ્લાસ્ટિકનું કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

આ પ્લાસ્ટિક આવ્યા પછી તેને સાફ કરીને સ્વચ્છ કરી દેવામાં આવે છે. જેમાંથી ચટાઇ બનાવવામાં આવે છે. આ ચટાઇ બનાવવાનું કામ બહેનોને જ સોંપી દેવામાં આવે છે. આ પ્રોજેક્ટથી પર્યાવરણને થતું નુકસાન અટક્યું છે તેમજ બહેનો પગભર બની છે તથા ખુલ્લા તેમજ સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને મદદ મળી છે.

ગણેશજીનું વિસર્જન દૂધમાં કરાય છે અને આ દૂધ અનાથાશ્રમ અને ગરીબોને અપાય છે:
રિન્ટુબેન જણાવે છે કે, આજથી 10 વર્ષ અગાઉ ગણેશોત્સવ પછી ગણેશજીનું વિસર્જન કરવામાં આવેલ મૂર્તિની દુર્દશા જોઇને ચોકલેટ, ચોખા અને હળદર એમ અનેકવિધ ખાવાની ચીજવસ્તુમાંથી ગણેશજી બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ગણેશોત્સવ પછી ગણેશજીનું વિસર્જન દૂધમાં કરવામાં આવે છે તેમજ આ દૂધ અનાથાશ્રમ તથા ગરીબ પરિવારના બાળકોને આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *