પરિવારના બધા સભ્યો નાહવા માટે એક જ સાબુ વાપરો છો? જાણી લો અત્યારે જ તેનાથી થતા નુકસાન

Side Effect Of Soap: ગરમીની ઋતુ આવતાની સાથે જ નાહવાનું ખૂબ અમન થાય છે. કારણ કે પરસેવો, ચીકાશ અને ગરમીની બેચેનીને દૂર કરવા માટે લોકો દિવસોમાં પણ બે થી ત્રણ વાર નહાતા હોય છે. નાહવા દરમિયાન જો સાબુ માંથી તાજગીની ખુશ્બુ મળે તો દિવસની (Side Effect Of Soap) શરૂઆત પણ સારી થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘરના તમામ લોકો એક જ સાબુ નો ઉપયોગ કરી રહ્યા છે, તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે?

આ બાબત ખૂબ સામાન્ય છે કે પરિવારના બધા લોકો માટે એક જ સાબુ મુકવામાં આવે છે. આવું કરવાથી ખર્ચો ઓછો થાય છે. પરંતુ આજ રીત તમારી ચામડી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ચાલો તમને જણાવી એવું શા માટે ન કરવું જોઈએ.

દરેકની ચામડી હોય છે અલગ
સૌથી પહેલી વાત તો એ સમજવી જરૂરી છે કે દરેક વ્યક્તિની ચામડીની જરૂરિયાત અલગ અલગ હોય છે. કોઈની ચામડી ઓઈલી હોય છે, તો કોઈની ડ્રાય તો કોઈની, સેન્સેટિવ. એક જ સાબુ આ તમામ સ્કીન માટે સારો નથી હોતો. જે સાબુ કોઈ માટે સારું કામ કરે છે તો અન્ય માટે નુકસાન પણ પહોંચાડે છે. તેના લીધે ફોલ્લીઓ, ખજવાળ અને બળતરા તેમજ ચામડી સુકાઈ જવી જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઘણી વખત તો નાની એવી બળતરા પણ ધીરે ધીરે એલર્જીનું રૂપ લઈ લેતી હોય છે.

ચેપનો ભય
નાહવાને કારણે ચામડીનો ચેપ પણ લાગી જાય છે. માની લો કે કોઈને ધાધર ઇન્ફેક્શન થયું છે અને તે જ સાબુથી અન્ય લોકો પણ સ્નાન કરે છે તો તેના બેક્ટેરિયા બીજાની ચામડી પર પણ પહોંચી જાય છે અને અન્ય લોકોને પણ તેની ઝપેટમાં લઈ લે છે.

ચામડીનું સંતુલન બગડી શકે છે
સાબુમાં રહેલા કેમિકલ અને સુવાસ દરેક કોઈની ચામડી માટે અનુકૂળ નથી હોતી. કેમકે બધી ચામડી માટે એક સાબુ યોગ્ય નથી બધાની જરૂરિયાત અલગ અલગ હોય છે જેના લીધે સ્કિનનું સંતુલન ખરાબ થઈ શકે છે. પીએચ લેવલ વધુ ઓછું હોવાને કારણે ચામડીને નુકસાન થાય છે.

આ સમસ્યા નું સમાધાન શું?
જો તમે સંયુક્ત પરિવારમાં રહો છો અને બધા લોકો માટે અલગ અલગ સાબુ લેવો મુશ્કેલ હોય છે, તો તે સારું રહેશે કે તમે લિક્વિડ બોડી વોશનો ઉપયોગ કરો. આ એક જ વારમાં આખે આખો ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ છે અને તેમાં હાઇજિનનો ખતરો પણ ઓછો હોય છે. આ ઉપરાંત દરેકને પોતાની ચામડીના પ્રકારને અનુસરીને પર્સનલ સાબુ રાખવો પણ એક સારો વિકલ્પ છે.