સોમવતી અમાસના દિવસે ભૂલથી પણ ના કરતા આ કામ, નહીંતર થશે…

આજની અમાવસ્યાને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે. સોમવતી અમાવસ્યા નો આ દિવસ વ્યક્તિને ભાગ્યશાળી બનાવી શકે છે. હિન્દુ ધર્મમાં આ અમાસ નું ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે.આજના દિવસે પૂજા કરવાથી આપણા પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને પતિને લાંબા આયુષ્ય મળે છે.ભાદ્રપદ મહિનાની સોમવતી અમાવસ્યા 6 સપ્ટેમ્બર એટલે કે આજના દિવસે છે.

જ્યારે કોઈપણ વ્યક્તિ આ નકારાત્મક શક્તિઓના પ્રભાવમાં આવે છે, ત્યારે તેઓ પોતાની જાતને નિયંત્રિત કરી શકતા નથી.અમાવસ્યા પર પિતૃની કૃપા મેળવવા માટે ઘરમાં અશાંતિનું વાતાવરણ ન હોવું જોઈએ. આજે લડાઇ-ઝઘડા અને વાદ-વિવાદથી દૂર રહેવું જોઈએ.આ દિવસે કડવા શબ્દ બિલકુલ ન બોલવા જોઈએ.

અમાવસ્યાના દિવસે મોડે સુધી પથારીમાં રહેવું જોઈએ નહિ.આ દિવસે વહેલી ઉઠીને સ્નાન કરવાની પરંપરા છે. જો તમે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી શકતા નથી તો પછી ઘરે સ્નાન કરી લો. સ્નાન કર્યા પછી સૂર્યદેવનું અર્ધ્ય આપવાનું ભૂલશો નહીં.

સ્નાન કરો તે પહેલાં તમે મૌન રહો.અમાવસ્યાના દિવસે પીપળાની ઉપાસના કરવાથી શુભ ફળ મળે છે. પરંતુ શનિવાર સિવાય બીજા કોઈ દિવસે પીપળાને સ્પર્શ કરવો જોઈએ નહીં, તેથી પૂજા કરો પણ પીપળાના ઝાડને સ્પર્શ કરશો નહીં. તેનાથી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે.

આ દિવસે કોઇપણ પ્રકારના નશા વગેરેથી સંપૂર્ણપણે દૂર રહેવુ જોઇએ. ભૂલથી પણ આ દિવસે માસ-મદિરાનું સેવન કરવું જોઈએ નહિ.આ દિવસે સાદુ ભોજન કરો અને વધુમાં વધુ સમય મૌન રહીને ભગવાન નું ધ્યાન કરો.આ દિવસે પલંગ પર નહીં પણ સાદડી પર સૂવું જોઈએ.જો તમારે મૌન અમાસનું વ્રત છે તો પછી આજના દિવસે કોઈપણ પ્રકારનો શ્રૃંગાર કરશો નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *