નવા વર્ષમાં તુલસીનો કરો આ રીતે ઉપયોગ, ચમકશે તમારું નસીબ અને થશે ધનનો વરસાદ

સનાતન ધર્મમાં આવા ઘણા છોડ છે, જે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આમાંથી એક છોડ તુલસીનો છે. એવું માનવામાં આવે છે કે, તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. આ છોડને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ તો વધે જ છે પરંતુ ખરાબ શક્તિઓને ઘરમાં પ્રવેશતા પણ દૂર રહે છે. કહેવાય છે કે, જે ઘરમાં તુલસીનો છોડ ખીલે છે, ત્યાં સુખ-સમૃદ્ધિ આપોઆપ આકર્ષિત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં તુલસીના છોડને લગતા ઘણા અચૂક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે આપણા ભાગ્યને બદલવાની શક્તિ ધરાવે છે. ચાલો જાણીએ કે તે અસરકારક ઉપાયો કયા છે.

ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો
જ્યોતિષના મતે જો તમારા ઘરમાં ઝઘડો થાય છે. જો તમારી પાસે પૈસા નથી ટકી રહ્યા તો તેનું કારણ ઘરમાં નકારાત્મક ઉર્જાઓની હાજરી હોઈ શકે છે. તેનાથી બચવા માટે એક વાસણમાં ગંગાજળ ભરો અને તેમાં તુલસીના કેટલાક પાન મિક્સ કરો. તે પછી તે વાસણને ઘરની ઉત્તર દિશામાં રાખો અને તે પાણીનો થોડો છંટકાવ દરરોજ ઘરમાં કરો. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દુર થશે અને પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગે છે.

ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરો
તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોવાથી આ છોડ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. રવિવાર સિવાય તુલસીના પાન તોડીને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરો. આમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. બીજી તરફ ભગવાન શિવના ચરણોમાં તુલસી અર્પણ કરવામાં આવે ત્યારે આવકના નવા સ્ત્રોતો સર્જાય છે અને અટવાયેલા પૈસા પરત મળવાની સંભાવના વધી જાય છે. ધ્યાન રાખો કે ભગવાન શિવની પૂજામાં તુલસી ન ચઢાવવી જોઈએ.

તુલસીના મૂળમાં ઘીનો દીવો કરવો
ગુરુવારને ભગવાન વિષ્ણુની પૂજાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કર્યા પછી તુલસીના મૂળમાં કાચું દૂધ ચઢાવો. સાંજે તુલસીના છોડના મૂળમાં ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. એવું કહેવાય છે કે, આ સરળ ઉપાયથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને પ્રસન્ન થાય છે અને દેશવાસીઓને તેમના ભરપૂર આશીર્વાદ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *