કોઈપણ જાતનાતના ભેદભાવ વગર મુસ્લિમ ડોકટરે શહીદની બીમાર માતાની મફતમાં કરી સારવાર -જુઓ હ્રદયસ્પર્શી વિડીયો

સોશિયલ મીડિયા પર કેટલાંક વિડીયો વાયરલ થતાં હોય છે. હાલમાં પણ આવો જ એક વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં આવેલ ઓરંગાબાદના એક યૂરોલોજિસ્ટની ખૂબ પ્રશંસા થઇ રહી છે. રાજનેતાઓથી લઈને કેટલીક મોટી દિગ્ગજ હસ્તીઓ પણ એમનાં વખાણ કરી રહી છે.

એમણે દેશ માટે બલિદાન આપનાર જવાનની માતાની મફતમાં સારવાર કરી છે. સારવાર પૂર્ણ થયા બાદ જ્યારે એમને રજા આપવામાં આવી ત્યારે તેઓ ડૉક્ટરના ગળે વળગીને રડવા લાગ્યા હતાં. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પર IPS દીપાંશૂ કાબરાનું પણ રિએક્શન આપ્યું છે.

.

વીડિયોમાં જોવાં મળી રહ્યું છે કે, સારવાર કરનાર ડૉક્ટર અલ્તાફ શેખ વૃદ્ધ મહિલાને ભેટીને રડી રહ્યાં છે તેમજ સાંત્વના આપી રહ્યા છે. સોશિયલ મીડિયા આ ક્લિપ ખુબ વાયરલ થઇ રહી છે. મહારાષ્ટ્રના મંત્રી તેમજ કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે જણાવતાં કહ્યું હતું કે, જ્યારે એમને ડૉક્ટર વિશે જાણ થઇ તો તેમણે ડૉક્ટર અલતાફને ફોન કરીને સંવેદનશીલતા માટે એમની પ્રશંસા કરી.

IPS ઓફિસરે વીડિયો રિટ્વીટ કરીને લખ્યું હતું કે, શહીદની માતાએ એક દીકરો ગુમાવ્યો છે પરંતુ એમના માટે કુલ 135 કરોડ દીકરા-દીકરી વધારે છે. આપણે તમામ લોકોએ દેશ માટે બલિદાન આપનાર શહીદોના પરિવારનું ધ્યાન રાખવા માટે પ્રેરણા આ ડૉક્ટર પાસેથી લેવી જોઇએ.

મલ્ટીસ્પેશ્યલિટી હોસ્પિટલના યૂરો સર્જન ડૉક્ટર શેખે જણાવ્યું, શાંતાબાઈ સૂરદ ખૂબ જ ગરીબ છે તેમજ ફેફસાથી સંબંધિત બીમારીને લીધે તેઓ પીડાઈ રહ્યાં હતા. એમને પોતાની જરૂરી સર્જરી કરાવવા માટે પૈસાની જરૂર હતી. એમના એક દીકરાનું હાર્ટ એટેકથી અવસાન થયું અને બીજા દીકરાનું જમ્મુ કાશ્મીરના કુપવાડામાં કુલ 7 વર્ષ અગાઉ શહાદત મળી.

મેં હોસ્પિટલ મેનેજમેન્ટની સાથે વાતચીત કરી કે, એમની મફતમાં સારવાર થઇ શકે. શહીદ દીકરાની પેન્શન એમની વિધવા પત્ની પાસે ચાલી જાય છે જેથી શાંતાબાઈની પાસે કમાણીનું કોઈ સાધન નથી. ડૉક્ટરે જણાવ્યું કે, એમના ડિસ્ચાર્જના સમયે, તેઓ ખૂબ ભાવુક હતા અને અમે બધા લોકો રડી પડ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *