એક કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે, જેમાં ડોકટરે એક વ્યક્તિના પેટમાંથી એટલા સિક્કા કાઢ્યા હતા કે, ડોકટરોને પણ ધોળે દિવસે અંધારા આવી ગયા હતા. કર્ણાટકમાં, એક માણસના પેટમાંથી 187 સિક્કા કાઢવામાં આવ્યા હતા. આ વ્યક્તિ પેટમાં દુખાવો અને ઉલ્ટી થતા હોસ્પિટલ પહોંચ્યો હતો.
ડોક્ટરે તેના પર અલગ-અલગ ટેસ્ટ કર્યા. એન્ડોસ્કોપી પણ કરી. જેમાં પેટમાં ઘણા સિક્કા હોવાનું જાણવા મળ્યું હતું. ઓપરેશન બાદ વ્યક્તિના પેટમાંથી એક, બે અને પાંચ રૂપિયાના અલગ-અલગ ૧૮૭ સિક્કા કાઢવામાં આવ્યા હતા. 462ની કિંમતના કુલ 187 સિક્કા બહાર કાઢવામાં આવ્યા. ડૉક્ટરોએ જણાવ્યું કે આ વ્યક્તિને સ્કિઝોફ્રેનિયા નામની બીમારી છે.
અહેવાલ મુજબ, આ 58 વર્ષીય વ્યક્તિનું નામ દાયમપ્પા હરિજન જણાવવામાં આવી રહ્યું છે. તે રાયચુર જિલ્લાના લિંગસુગુર શહેરનો રહેવાસી છે. રિપોર્ટ અનુસાર, 26 નવેમ્બર શનિવારના રોજ દયમપ્પાએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેના પર તેના સંબંધીઓ તેને હોસ્પિટલમાં લઈ ગયા. અહીં ડોક્ટરોએ લક્ષણોના આધારે એક્સ-રે અને એન્ડોસ્કોપી કરી. દર્દીના પેટના સ્કેનમાં જાણવા મળ્યું કે તેના પેટમાં સિક્કા છે. આ પછી તેનું ઓપરેશન કરવાનો નિર્ણય લીધો.
સર્જરી કરનાર ડૉક્ટર ઈશ્વરે જણાવ્યું- જ્યારે અમે તેની પૂછપરછ કરી તો તેણે કહ્યું કે તે પહેલા ભિખારી હતો અને જ્યારે પણ તેની પાસે સિક્કા આવતા ત્યારે તે તેને ગળી જતો અને પાણી પીતો. તેને આમ કરવામાં મજા આવતી હતી અને તેને લાગ્યું કે સિક્કા તેના પેટમાં પચી જશે. છેલ્લા બે-ત્રણ મહિનાથી તે આ સિક્કા ગળી રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.