Dog attack on man: ભારતમાં ઘણા બધા પશુ પ્રેમી રહેલા છે. મોટાભાગે લોકો કુતરા પાળવાનું પસંદ કરે છે. કોઈપણ જનાવરની તુલનામાં કુતરાઓ વધારે વફાદાર ગણવામાં આવે છે. તેમની ઘણી ઘણી પ્રજાતિ હોય છે. અલગ અલગ લોકોની અલગ અલગ પસંદ હોય છે. જેમાં લેબ્રાડોર,(Dog attack on man) જર્મન શેફર્ડ, બિલજીયન માલીનોઈસ, બીગલ, બોક્સર અને સાયબેરીયન હસ્કી, જેવી ઘણી પ્રજાતિ હોય છે.
ઘણા લોકોને પોતાના કુતરા પ્રત્યે એટલો પ્રેમ હોય છે તે ગમે ત્યાં જાય તે કૂતરાને સાથે લઈને જાય છે. પરંતુ તમારા માટે જે કૂતરો મિત્ર હોય તે અન્ય લોકોનો દુશ્મન પણ બની જાય છે. ઘણી વખત જોવા મળ્યું છે કે રસ્તા પર રખડતા કૂતરાં નહીં પરંતુ પાલતુ કૂતરાએ લોકો પર હુમલો કર્યો હોય. એવો જ કંઈક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક ક્લિનિકમાં બેઠેલા એક વ્યક્તિ પર પાલતું હસ્કીએ હુમલો કરી દીધો છે.
કૂતરાએ સોફા પર બેસેલા વ્યક્તિ પર કર્યો હુમલો
જે લોકો કુતરા પાળે છે, તે તેમના મિત્ર બની જાય છે. પરંતુ બધા લોકો સાથે તેની મિત્રતા થઈ શકતી નથી અને આ કારણે જ ઘણી વખત કૂતરાઓ તેમની પર હુમલો કરે છે. એવું જ કંઈક થયું છે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જેમાં એક વ્યક્તિ સોફા પર બેસેલો છે અને એક હસ્કી સાથે રમી રહેલો જોઈ શકાય છે. તો તેની બાજુમાં બેઠેલો બીજો વ્યક્તિ વિડીયો બનાવી રહ્યો હોય છે. એવામાં અચાનક હસ્કી હુમલાખોર બની જાય છે અને તેનો હાથ મોઢામાં જકડી લે છે.
વ્યક્તિ પોતાનો હાથ છોડાવવાની મહેનત કરે છે. તો હસ્કી કૂતરો વધારે હિંસક બની જાય છે અને તેની પર હુમલો કરે છે. આ દરમિયાન તે વ્યક્તિ પોતાના હાથને બચાવવા માટે દરવાજા તરફ હસ્કીને લઈ જાય છે. અને પછી ગેટ બંધ કરી દે છે. જોકે ત્યાં સુધીમાં તો જે થવાનું હતું તે થઈ ચૂક્યું હતું. તેનો હાથ ઘાયલ થઈ ચૂક્યો હતો. આ સમગ્ર ઘટના ક્લિનિકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
@gharkekalesh pic.twitter.com/HBwKPxCAqX
— Arhant Shelby (@Arhantt_pvt) February 14, 2025
લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા
વાયરલ થઈ રહેલ આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 30,000 થી વધારે લોકો જોઈ ચૂક્યા છે. તેના પર લોકો ખૂબ પ્રતિક્રિયા કરી કમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું છે કે ભાઈને હમણાં જ ખબર પડી કે રમવું અને ઉકસાવવું બંને અલગ અલગ વસ્તુ છે. બીજા વ્યક્તિએ કહ્યું કે કૂતરાનું સન્માન કરવું હંમેશા મહત્વપૂર્ણ હોય છે. અન્ય એક વ્યક્તિ કહે છે કે બધી જગ્યાએ ડરનો માહોલ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App