ઈંગ્લેન્ડ(England)ના મર્સીસાઈડ(Merseyside)થી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક અઠવાડિયા પહેલા અહીં રહેતા એક પરિવારે પોતાના ઘરની સુરક્ષા માટે એક કૂતરો ખરીદ્યો હતો. ત્યાર પછી તેને ખબર ન હતી કે તે તેના ઘરની રક્ષા માટે જે કૂતરો લાવશે તે ઘર માટે ‘કાળ’ બની જશે.
17 મહિનાની બાળકી પર કૂતરાએ કર્યો હુમલો:
કહેવામાં આવી રહ્યું છે કે, ખરીદવામાં આવ્યાના એક અઠવાડિયાની અંદર, કૂતરાએ પરિવારની દોઢ વર્ષની પુત્રીને ખાઈ લીધી હતી. જે પરિવારના વ્યક્તિએ કૂતરો ખરીદ્યો હતો, તે કૂતરાએ તેની જ દોઢ વર્ષની પુત્રી ‘રે બિર્ચ’ને સતાવીને મારી નાખી અને પછી તેનું માંસ ખાધું હતું. જ્યારે બાળકીને બચાવવા ગયેલ પરિવારના સભ્યોને પણ કુતરાએ માર માર્યો હતો. આ ઘટના વિશે જેણે પણ સાંભળ્યું તેના હોશ ઉડી ગયા.
પિતાએ જણાવ્યું છે કે, જ્યારે તેણે કૂતરો ખરીદ્યો હતો, ત્યારે કૂતરો તેની 17 મહિનાની પુત્રીને વારંવાર મળવા જતો હતો. તેને લાગતું હતું કે, કાળજી રાખવા માટે તે દીકરી પાસે જાય છે. તેથી તેણે વધુ ધ્યાન આપ્યું નહીં. એક દિવસ કૂતરાએ તેની પુત્રીને ખંજવાળવાનું શરૂ કરે છે. જેના કારણે તેની પુત્રી જોર જોરથી ચીસો પાડી રહી હતી. તે એટલી જોરથી ચીસો પાડી રહી હતી કે, પડોશીઓએ પણ તે માસુમ બાળકીની ચીસો સંભળાય રહી હતી. ત્યાર પછી બધા બાળકીને બચાવવા આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણી જગ્યાએથી કૂતરાએ બાળકીને કરડી લીધી હતી.
ગયા વર્ષે ઓક્ટોબરમાં દીકરીનો પહેલો જન્મદિવસ હતો:
ત્યાર પછી બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેનું મોત થઈ ગયું હતું. પિતાએ જણાવ્યું હતું કે, તેમની પુત્રીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં પોતાનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. બે બાળકોનાં પિતા રાયન આ કારણથી તે કૂતરાને ઘરે લાવ્યા હતા તેને લાગ્યું કે બાળકોને પણ કૂતરામાં રસ પડશે. આ ઉપરાંત કૂતરો પણ તેમના ઘરની રક્ષા કરશે. પરંતુ કૂતરાએ પરિવારને જીવનભરની પીડા આપી દીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.