અત્યારે લોકો માટે કોઈનો પણ જીવ લેવો સાવ સામાન્ય વાત બની ગઈ છે. એવામાં કેટલાક એવા પણ હોય છે, જેઓ માનવતા દાખવી લોકોને નવજીવન પ્રાપ્ત કરતા હોય છે. આવી જ એક ઘટના વડોદરા (Vadodara)માંથી સામે આવી છે. અહીં, નર્મદા(Narmada) જિલ્લાની 18 વર્ષીય યુવતીનું બ્રેનડેડ થતાં તેના અંગોનું દાન કરી તેના પરિવારે જરૂરીયાતમંદ લોકોને નવજીવન અર્પણ કરી માનવતા દાખવી છે.
વાસ્તવમાં, નર્મદાના વાવડી ગામે ખેતી કરતા કમલેશભાઈ પટેલની દિકરી વૃંદાએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેને શનિવારે ગંભીર હાલતમાં સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. ઘણી સારવાર બાદ પણ તે બચી નહોતી શકી અને રવિવારે બપોરના સમયે તેનું બ્રેઈન ડેડ થયું હતું. દીકરીના મૃત્યુથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ પછી ત્યાના ડોક્ટરોએ મૃતકના પરિવારને કાઉન્સેલીંગ કરી અંગદાનનુ મહત્વ સમજાવ્યું હતુ.
ડોક્ટરોએ વૃંદાના અંગોનું દાન થવાને કારણે લોકોને જીવનદાન મળી શકે છે તેવી સમજ આપી હતી. જેથી કમલેશભાઈ દિકરીના આર્ગન ડોનેશન માટે તૈયાર થયા હતા. જેના કારણે હોસ્પિટલ તંત્રએ બુધવારે સાંજે દિકરીના 2 ફેફસા, હૃદય, 2 કિડની, લીવર, સ્વાદુપિંડ અને આંખનું ડોનેશન કરવામાં આવ્યું હતું. દિકરીનુ હૃદય મુંબઈ અને 2 ફેફસા ચેન્નેઈ ખાતે મોકલવામાં આવશે અને બીજા તમામ અંગો અમદાવાદ મોકલવામાં આવશે. આ કાર્યને પગલે દેશના 7 લોકોને જીવનદાન મળશે. મૃતક દીકરીના પરિવારે અંગદાન કરી માનવતા મહેકાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.