‘ભક્તો નો વાળ પણ વાંકો ન થવા દે એ માં મોગલ’- યુવકની માનતા પૂરી થતા આવી પહોચ્યો મોગલ માંના દરબાર…

આપણા દેશને એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને આ ઘોર કળયુગમાં માં મોગલના પરચા અપરંપાર છે. કહેવાય છે કે, માં મોગલ પર આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે. માં મોગલ તો દયાળી છે, તેમને યાદ કરતા જ માં મોગલ મદદ માટે આવી પહોંચે છે. દરરોજ હજારો દીન દુખિયાઓ માં મોગલના દરબારમાં આવે છે અને પોતાની માનતા પૂર્ણ કરે છે.

આજના આ લેખમાં અમે તમને આવા વધુ એક પરચા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. કહેવાય છે ને કે, કોઢી એ દાણા અને ખિસ્સામાં નાણા કોઈ દિવસ ખૂટવા ના દે તે માં મોગલ! ત્યારે આ વાતને સાબિત કરતો કિસ્સો હાલ સામે આવ્યો છે. જેમાં હાલ વધુ એક યુવક પોતાની માનતા પૂર્ણ કરવા કબરાઉ ધામ આવી પહોચ્યો હતો.

કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામે મણીધર બાપુ પણ બિરાજમાન છે, ત્યારે યુવકે માં મોગલને ચરણે 1100 રૂપિયા અર્પણ કર્યા અને મણીધર બાપુએ આ યુવકને આશીર્વાદ આપતા પૂછ્યું કે, શેની માનતા હતી, ત્યારે યુવકે કહ્યું કે ઘણા સમયથી મને છાતીનો દુખાવો હતો. કેટકેટલી દવાઓ કરાવી છતાં ફરક પડતો ન હતો તેથી માં મોગલ ની માનતા માની હતી અને મોગલ માં લીધા પછી તરત જ મને એ તકલીફ ઓછી થવા જઈ રહી હતી.

જેને પગલે હું મારી માનતા પૂર્ણ કરવા આવ્યો છું. ત્યારે મણીધર બાપુ આશીર્વાદ આપતાં કહ્યું કે પહેલા દવા અને પછી દુઆ. એટલ જ તો કહેવાય છે કે, જ્યારે દવા કામ નથી લાગતી ત્યારે ભગવાન ની દુઆ કામ લાગે છે અને માં મોગલ પર વિશ્વાસ રાખવાથી દરેક સમસ્યાઓ પૂર્ણ થાય છે. વધુમાં મણીધર બાપુએ 1100 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને એ યુવકને પાછા આપ્યા અને કહ્યું કે માં મોગલ એ તારી માનતા પૂર્ણ કરી છે અને 10 ગણિત સ્વીકારી છે.

આ પૈસા તો તારી દીકરીને આપ છે એટલે માં મોગલ રાજી થઈ જશે. માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેને કોઈ રૂપિયાની જરૂર નથી તેમના પર શ્રદ્ધા રાખવાથી તે અવશ્ય ભક્તોના દુઃખ દૂર કરે છે. જ્યાંથી દુનિયાનો અંત આવે ત્યાંથી જ માં મોગલની શરૂવાત થાય છે. આ તો આપનારી આઈ છે. આ રીતે માં મોગલે આજદિન સુધી અનેક પરચાઓ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *