આજે સવારે મેષ લગ્નમાં ભગવાન કેદારનાથ ધામના દરવાજા ઉનાળા માટે ખોલી દેવામાં આવ્યા છે.ત્યારબાદ આગલા છ મહિના સુધી બાબા કેદારનાથ ની પૂજા અર્ચના ધામમાં જ થશે.કેદારનાથ ધામના દરવાજા ખોલવાના સમયે પૂજામાં પૂજારી સહિત ૧૬ લોકો સામેલ થયા.સાથે સોશિયલ distance નું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
વહેલી સવારે 3 વાગ્યાથી મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના થઈ. મુખ્ય પૂજારી શિવ શંકર લિંગ દ્વારા બાબાની સમાધિ પૂજા સાથે સાથે અન્ય તમામ ધાર્મિક ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી.ત્યારબાદ નક્કી કરવામાં આવેલા સમયે સવારે છ વાગ્યે કેદારનાથ મંદિરના દરવાજા ખોલી દેવામાં આવ્યા. બાબા કેદારનાથ આપણા સૌ પર કૃપા બનાવી રાખે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર સિંહ રાવતે ભગવાન કેદારનાથના દરવાજા ખોલવા પર તમામ શ્રદ્ધાળુઓને વધામણી આપતા કહ્યું કે બાબા કેદારનાથ આપણા સૌ પર કૃપા બનાવી રાખે.બાબા કેદારનાથ ના આશીર્વાદથી આપણે કોરોના ની આ વૈશ્વિક મહામારીને હરાવવામાં અવશ્ય સફળ થઈશું. કોરોના ને કારણે આ વખતે સામાન્ય જનતા દર્શન માટે નહીં આવી શકે.આપણા સૌના મનમાં બાબા કેદાર માટે અપાર શ્રદ્ધા છે. બાબા કેદાર પોતાના ભક્તો પર સદાય પ્રેમ વરસાવતા રહે એ જ કામના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news