હવે પાકિસ્તાનીઓની ખેર નથી: DRDO એ તૈયાર કર્યું લેઝરથી ડ્રોનને હવામાં જ રાખ કરતું હથિયાર

DRDO New Achievement: ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એટલે કે ડીઆરડીઓએ કહ્યું કે રવિવારે આંધ્રપ્રદેશના કર્નુલમાં આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણમાં (DRDO New Achievement) ટ્રકમાં લગાવવામાં આવેલ 30 કિલો વોટના લેઝર બીમથી સાડા ત્રણ કિલોમીટરની ઊંચાઈ પર ઉડી રહેલ ડ્રોનને પાડી નાખવામાં આવ્યું છે.

પરંતુ ઘણા રક્ષા વિશેષજ્ઞનું કહેવું છે કે આ ફક્ત સફળ પરીક્ષણની જાહેરાત છે અને સંભવ છે કે આ પરીક્ષણ બાદ હથિયાર બનાવવામાં વધારે સમય લાગશે.

જાણકારોએ જણાવ્યું હતું કે ચીન અમેરિકા અને રશિયા 100 કિલો વોટના લેઝર હથિયાર બનાવી ચૂક્યા છે.

ડીઆરડીઓએ આ હથિયાર એમ કે-2 નામ આપ્યું છે. ડીઆરડીઓએ આ પરીક્ષણનો એક વિડિયો પણ જાહેર કર્યો છે. તેમાં ડ્રોનને ઉડાન ભરતા, પછી લેઝર હથિયારથી નિશાનો બનાવતા અને પછી ડ્રોનને જમીન પર પડતા દેખાડવામાં આવ્યું છે.

શું છે લેઝર ગાઇડેડ એનર્જી હથિયાર?
લેઝર ગાઈડેડ એનર્જી હથિયારમાંથી લેઝરથી નીકળતા કિરણોની તાકાત એક બિંદુ પર કેન્દ્રિત કરી દેવામાં આવે છે.  આ હથિયાર એટલું ખતરનાક હોય છે કે પોતાના લક્ષ્યને સળગાવી થોડી જ ક્ષણોમાં રાખ કરી દે છે .

લેઝર હથિયારનો ઉપયોગ ઉડાન ભરી રહેલ હેલિકોપ્ટર, ડ્રોન અને રડારને નષ્ટ કરવા માટે કરવામાં આવે છે.

તેને ગાડીઓ, સમુદ્રી જહાજ અને લડાકુ વિમાનમાં પણ લગાવી શકાય છે. તેને ચલાવવા માટે અત્યાધુનિક ટેકનીકની જરૂરત હોય છે. જે ખૂબ પરીક્ષણો બાદ મળે છે.

લેઝર હથિયારને ભવિષ્યનું હથિયાર કહેવામાં આવે છે. ડીઆરડીઓએ આ સફળ પરીક્ષણ બાદ આગલા ચરણ પર કામ કરવાની યોજના બનાવી રહ્યું છે.

અધિકારીઓનું કહેવું છે કે આ પરીક્ષણ બાદ ભારત ચીન, અમેરિકા અને રશિયા જેવા દેશની હરોળમાં ઊભું રહી ગયું છે, જેની પાસે આધુનિક લેઝર હથિયાર છે.

ડીઆરડીઓના પ્રમુખ સમીર વી કામત એ સમાચાર એજન્સીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રવિવારનું પરીક્ષણ ફક્ત ટેકનોલોજીનું પ્રદર્શન હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ડીઆરડીઓ હવે અન્ય સંસ્થાઓ સાથે મળી વધારે શક્તિશાળી, તેમજ કારગર હથિયાર બનાવશે. તેમણે આગળ જણાવતા કહ્યું કે અમે લડાકુ વિમાન અને સમુદ્રી જહાજોમાં લાગનારા હથિયારની સાઈઝ ઓછી કરવા ઉપર કામ કરી રહ્યા છીએ.

એવું માનવામાં આવે છે કે ઉપયોગમાં સરળ અને સસ્તુ હોવાને કારણે એનર્જી વેપન સિસ્ટમ ધીરે ધીરે જુના હથિયારો અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની જગ્યા લઈ લેશે.

હાલમાં સમય લાગશે
ડીઆરડીઓના પ્રમુખએ એવી પણ વાત કરી હતી કે ભારતીય રક્ષા વૈજ્ઞાનિક હાઈ એનર્જી માઇક્રોવેવ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ જેવા શક્તિશાળી ઉર્જા પર આધારિત બીજા હથિયારોની તૈયારી પર પણ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે ઘણા પ્રકારની ટેકનોલોજી ઉપર કામ કરી રહ્યા છે, જેના લીધે આપણે સ્ટાર વોર્સની ક્ષમતા મળી જશે. કાલે તમે જે જોયું તે સ્ટાર વોર્સની ટેકનોલોજીનો એક ભાગ હતો.

ભારતમાં રક્ષા વિશેષજ્ઞાનું માનવું છે કે હથિયારોનું સફળ પરીક્ષણ દેશ માટે એક મોટી સફળતા છે. પરંતુ દેશના ઘણા દેશોએ ન ફક્ત 100 કિલોવોટ સુધી લેઝર હથિયાર બનાવ્યા છે, પરંતુ તેમણે એક પગલું આગળ વધીને હથિયાર બનાવી લીધા છે. કેટલાક દેશોએ આ હથિયારને ઉપયોગ માટે પોતાની સેનાને પણ સોંપી દીધા છે. વિશેષજ્ઞનું માનીએ તો ભારતને આ સ્તર સુધી પહોંચવા માટે હજુ વર્ષોના પરીક્ષણ અને સંશોધનની જરૂરત પડશે.