હાલમાં રાજસ્થાનમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં ડ્રાઈવર કાર ઉભી રાખીને પેશાબ કરવા રોકાયો હતો. તે હેન્ડબ્રેક મારવાનું ભૂલી ગયો હતો. તે દરમિયાન કાર ઢસડાઈને નહેરમાં પડી ગઈ હતી. કારમાં સવાર ચારેય લોકોના દર્દનાક મોત નિપજ્યા હતા. કાર નહેરમાં પડતાં જ અંદર સવાર લોકો બચવા માટે બૂમો પાડવા લાગ્યા હતા. એટલું જ નહીં એક મહિલાએ તેના પતિને ફોન કરી બચાવી લેવા પણ આજીજી કરી હતી. જોકે અંતે 15 મિનિટ સુધી તડપ્યા બાદ ચારેયના મોત નિપજ્યા હતા.
આ બનાવ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં બન્યો હતો. કારમાં સવાર પરિવાર સીકરથી સંગરિયા જઈ રહ્યો હતો. આ દરમિયાન લખુવાલી પાસે કાર ચલાવી રહેલા રમેશ સ્વામી પેશાબ કરવા ઉતર્યો હતો. રમેશનું કહેવું છે કે, તે હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો હતો. આ દરમિયાન કાર નહેરમાં પડી ગઈ હતી. જેમાં વિનોદ કુમાર, તેની પત્ની રેનુ, દીકરી ઈશા અને સંબંધી સુનીતા ભાટી સવાર હતા.
કાર ચલાવી રહેલા રમેશ સ્વામીના કહેવા પ્રમાણે તેણે તાત્કાલિક આની સૂચના લખુવાલી પોલીસ સ્ટેશનને આપી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. 14 કલાકની મહેનત બાદ કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી જેમાં બાદમાં મૃતદેહો મળી આવ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું છે કે, કાર નહેરમાં ખાબકતાં જ સુનીતા ભાટીએ તેના પતિને ફોન કર્યો હતો. અંદાજે 15 મિનિટ સુધી ફોન ચાલુ રહ્યો હતો. સુનીતાએ પતિને કહ્યું હતું કે, તેની કાર નહેરમાં પડી ગઈ છે. ત્યાર પછી બૂમો સંભળાવા લાગી હતી. બધા મદદ માટે બૂમો પાડતા હતા. વિનોદ અરોરાના ફોન પર અંદાજે 15 મિનિટ સુધી રીંગ ગઈ હતી. ત્યારબાદ બધુ શાંત થઈ ગયું અને બધાના ફોન પણ બંધ થઈ ગયા હતા.
મૃતક વિનોદ અરોરા સાંગરિયામાં એક પ્રાઈવેટ સ્કૂલમાં નોકરી કરતો હતો. આ જ સ્કૂલમાં કાર ચલાવી રહેલો રમેશ સ્વામી અને સુનીતા ભાટી પણ ટીચરની નોકરી કરતા હતા. દરેક લોકો સીકરમાં વિનોદ કુમારની દીકરી દીયાનું કોચિંગ ક્લાસમાં એડમીશન કરાવીને પરત આવી રહ્યા હતા.
સુનીતા ભાટી નામની મહિલા કારમાં જગ્યા ખાલી હોવાથી સંગરિયા તેના પતિને સરપ્રાઈઝ આપવા માટે જઈ રહી હતી. પરંતુ તેને પણ ક્યાં એવી ખબર હતી કે આ સફર તેની જિંદગીની છેલ્લી સફર હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle