સુરત(Surat): ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. આ અકસ્માતમાં મોટા ભાગે લોકો દારૂના નશામાં ભાન ભૂલીને ડ્રાઈવિંગ કરતા હોય છે, તો કોઈક વ્યક્તિના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવવાને કારણે અકસ્માત સર્જાતા હોય છે.
ત્યારે આજે ફરી એક વખત દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. સૂરતના ડિંડોલી વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડિંડોલી વિસ્તારમાં ફોર વ્હીલનો અકસ્માત સર્જાતા લોકોની ભીડ ઘટનાસ્થળ પર ભેગી થઈ ગઈ હતી.
સુરતના ડિંડોલી વિસ્તારમાં રાત્રી દરમિયાન સ્વિફ્ટ કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન બન્યું એવુ કે કાર ચાલકે અચાનક જ સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવ્યો હતો અને કાબુ ગુમાવતા સ્વિફ્ટ કાર સીધી જ જ્વેલર્સની દુકાનમાં ઘુસી ગઈ હતી.
આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, કાર ચાલક નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સાથે એ પણ જાણવા મળ્યું છે કે, કાર નો માલિક ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે.
ગંભીર રીતે અકસ્માત સર્જાતા ફોર વ્હીલ સીધી જ દુકાનમાં ઘુસી ગઈ હતી અને આ અકસ્માત સર્જતાની સાથે જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.