બરફની લીધે ગુમાવ્યો કાબુ, માંડ માંડ ખાઈમાં પડતા બચ્યો ડ્રાઈવર; જુઓ દિલધડક વિડીયો

Manali Snowfall News: નવા વર્ષને પહાડો વચ્ચે ઉજવવું ઘણા લોકોને ખૂબ પસંદ હોય છે. એવામાં લોકો નવા વર્ષે દરમિયાન હિલ સ્ટેશન પર જવાનું પ્લાનિંગ કરે છે. ખાસ કરીને દિલ્હીના ઘણા લોકો નવું વર્ષ મનાલી અથવા અન્ય હિલ સ્ટેશન પર મનાવવા માટે જાય છે. જોકે કુદરતના (Manali Snowfall News) કહેને લીધે ઘણીવાર લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કારણ કે તે સમયે પહાડો પર બરફ વર્ષા થાય છે. એવામાં બરફની મજા માણવા માટે જતા લોકો ક્યારેક મુશ્કેલીમાં પડી જાય છે.

બરફને લીધે ગાડીઓ પર નિયંત્રણ રહેતું નથી
પ્રખ્યાત ટુરિસ્ટ શહેર મનાલી જ્યાં લોકો બરફનો આનંદ માણવા માટે જાય છે. એવામાં એક એવો વિડિયો સામે આવ્યો છે જેને જોઈ ગમે તે ડરી જશે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતે બરફ વર્ષા ને કારણે રોડ પર ગાડીઓ લપસી રહી છે. જે બરફને જોઈ લોકો ખુશ થાય છે તે ક્યારેક દુર્ઘટનાનું કારણ પણ બને છે.

11 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે પીકઅપ વાહનો રોડ પર પડેલા બરફને લીધે પોતાનું કંટ્રોલ ગુમાવી રહ્યા હતા. એવામાં જેમ તેમ કરી મહા મહેનતે ડ્રાઇવર તેનાથી બહાર નીકળી જાય છે અને ગાડીને રોડથી નીચે ખીણમાં ન પડે તે માટે પ્રયાસો કરી રહ્યો છે. જોકે વાહન લપસતું જ રહે છે અને છેલ્લે ખીણમાં પડી જાય છે. ગમે તેમ કરીને ડ્રાઇવર પોતાનો જીવ બચાવી વાહનમાંથી બહાર નીકળી જાય છે.

અહીંયા જુઓ વિડિયો

ઉલ્લેખનીય છે કે નવા વર્ષ પહેલા હજારો પર્યટકો બરફથી છવાઈ ગયેલા હિલ સ્ટેશન પર આવવા માટે મનાલીમાં ભારે ટ્રાફિક અને અવ્યવસ્થા ફેલાઈ ગઈ છે. સ્થિતિ અને મનાલીના ઉપરી વિસ્તારમાં 27 ડિસેમ્બરના રોજ ભારે બરફ વર્ષા થઈ. જેના લીધે સોલંગ ઘાટી, અટલ સુરંગ વિસ્તારમાં મોટી સંખ્યામાં પર્યટકો આવ્યા છે.

ગયા અઠવાડિયે 30,000 થી વધારે લોકો મનાલી આવ્યા હતા જ્યારે શહેરમાં લગભગ 10,000 વાહનો આવ્યા. અધિકારીઓને આશા છે કે આ નવા વર્ષની ઉજવણી માટે હિલ સ્ટેશન પર 20,000 વધારે પર્યટકો આવશે.

સ્ટેશનમાં ભારે બરફ પરચા ને કારણે લગભગ 1000 જેટલા વાહનો ફસાઈ ગયા હતા. તેમજ શુક્રવારની સાંજના રોજ મનાલી સોલગ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. પોલીસે આ ટ્રાફિક થી છુટકારા માટે તમામ પ્રયાસો હાથ ધર્યા છે. મનાલીના ઉચ્ચ પોલીસ અધિકારી કે ડી શર્માએ જણાવ્યું કે સ્થાનિક અધિકારીઓ વાહન વ્યવહાર ને સારી રીતે મેનેજ કરવા માટે શહેરને 8 ભાગમાં વિભાજિત કરેલું છે.