અમદાવાદમાં કારચાલક અકસ્માત સર્જી થઈ રહ્યો હતો ફરાર, પબ્લિકે પકડી પાડી…

A’bad car accident: અમદાવાદમાં વડોદરા જેવી ઘટના સામે આવી છે. વાસણાથી જુહાપુરા સુધી કારચાલકે અનેક અકસ્માત સર્જાય હોવાની માહિતી છે. જુહાપુરા અલ અકસા મસ્જિદ પાસે કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. આથી, ઉશ્કેરાયેલું ટોળું હિંસક બન્યું અને હિંસક ટોળાએ ટેક્સી કારચાલકને બહાર ખેંચી ઢોર માર માર્યો હતો. ગડદાપાટુના મારના કારણે કારચાલક કૌશિક ચૌહાણનું (A’bad car accident) મોત નિપજ્યું હોવાની પ્રાથમિક માહિતી છે. તો બીજી તરફ કારચાલકે નશો કર્યો હોવાના આરોપ છે.ત્યારે આ મામલે ટ્રાફિક PI, વેજલપુર સેકન્ડ PI, ક્રાઈમ બ્રાંચની ટીમ  અને સ્થાનિક ACP સ્થળ પર પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી.

વાસણાથી જુહાપુરા જતાં માર્ગ પર એક કારચાલકે અનેક અકસ્માત સર્જ્યા
વડોદરામાં થોડા દિવસ પહેલા કારેલીબાગ વિસ્તારમાં રક્ષિત ચૌરસિયા નામનાં નબીરાએ નશાની હાલતમાં મોંઘીદાટ કાર હંકારીને અનેક વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જો કે, હવે અમદાવાદમાં પણ એવી જ એક ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, વાસણાથી જુહાપુરા જતાં માર્ગ પર એક કારચાલકે અનેક અકસ્માત સર્જ્યા હતા. જ્યારે, જુહાપુરા અલ અકસા મસ્જિદ પાસે પણ કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. જો કે, અકસ્માતની ઘટના બાદ ત્યાં હાજર ટોળું ઉશ્કેરાયું હતું અને હિંસક બન્યું હતું. ટોળાએ ચાલકને કારમાંથી બહાર કાઢી ઢોર માર માર્યો હતો.

હિંસક ટોળાનાં મારથી કારચાલકનું મોત નીપજ્યું હોવાનો આરોપ
આરોપ છે કે, હિંસક ટોળાનાં મારથી ગડદાપાટુંના મારનાં કારણે કારચાલક કૌશિક ચૌહાણનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ટ્રાફિક PI, વેજલપુર સેકન્ડ PI, ક્રાઈમ બ્રાંચની ટીમ અને સ્થાનિક ACP સ્થળ પર પહોંચ્યા પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિકોનો આરોપ છે કે કારચાલક નશાની હાલતમાં હતો. જો કે, આ મામલે પોલીસે કારચાલકના મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.