3.5 crore heroin seized in Amritsar: ભારતીય સરહદમાં પાકિસ્તાની દાણચોરોની ઘૂસણખોરી ચાલુ છે. શનિવારે મોડી રાત્રે, પાકિસ્તાની દાણચોરોએ ફરી એકવાર પંજાબમાં ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંયુક્ત સર્ચ ઓપરેશનમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF ) અને પંજાબ પોલીસના જવાનોએ ભારતીય સરહદ પર મોકલેલા ડ્રોન અને આશરે 3.5 કરોડ રૂપિયાની કિંમતનું હેરોઈન જપ્ત(3.5 crore heroin seized in Amritsar) કર્યું. ભારતીય દાણચોરોના હાથમાં આવે તે પહેલાં જ જપ્ત કરવામાં આવ્યું છે.
BSF ના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે ડ્રોનની હિલચાલની માહિતી મળી હતી. આ ડ્રોન મૂવમેન્ટ અમૃતસર હેઠળના સરહદી ગામ ડાઓકે કલાનમાં જોવા મળી હતી. જે બાદ BSF અને પંજાબ પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું.
ડ્રોન સાથે બાંધવામાં આવ્યું હતું બોક્સ
મોડી રાત્રે BSF અને પંજાબ પોલીસે ડાઓકે ગામમાંથી એક ડ્રોન ઝડપ્યું હતું. આ ડ્રોન સાથે પ્લાસ્ટિકનું બોક્સ બાંધવામાં આવ્યું હતું. જેમાં હેરોઈનનું કન્સાઈનમેન્ટ રાખવામાં આવ્યું હતું.(3.5 crore heroin seized in Amritsar) કન્સાઇનમેન્ટનું કુલ વજન 550 ગ્રામ હતું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત અંદાજે 3.5 કરોડ રૂપિયા છે.
10 દિવસમાં ઘૂસણખોરીની 13 ઘટનાઓ અટકી
BSFએ છેલ્લા 10 દિવસમાં 13 ઘટનાઓને અટકાવી છે. આ દરમિયાન BSFએ 8 ડ્રોન અને 6 ભારતીય દાણચોરોને પકડી પાડ્યા હતા, જેઓ હેરોઈનનું કન્સાઈનમેન્ટ લેવા માટે સરહદ પર આવ્યા હતા. આ ઉપરાંત આશરે 2 કિલો વજનનું હેરોઈનનું કન્સાઈનમેન્ટ પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ 10 દિવસમાં બે ગ્લોક પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube