દિલ્હી પોલીસ(Delhi Police)ના સ્પેશિયલ સેલે મોટી સફળતા હાંસલ કરતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ (International Drugs) રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 40 કરોડથી વધુની કિંમતનું 10 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. પોલીસે જણાવ્યું છે કે, ધરપકડ કરાયેલા આરોપીઓમાં ગેંગના બે પ્રમુખ સભ્યોનો સમાવેશ થાય છે.
મ્યાનમારથી મણિપુર થઈને ભારત લાવવામાં આવી રહ્યું હતું:
પોલીસે માહિતી આપતા જણાવ્યું છે કે, આ ટોળકીઓ ઉચ્ચ ગુણવત્તાની ડ્રગ્સને મ્યાનમારથી મણિપુર થઈને ભારતમાં લાવતા હતા. ત્યાર બાદ ત્યાંથી આ ડ્રગ્સને ખૂબ જ અનોખી રીતે છુપાવીને દેશના અન્ય રાજ્યોમાં પહોંચાડતા હતા.
કારમાં આ જગ્યા ખાસ રીતે બનાવવામાં આવી હતી:
આરોપી દાણચોરો એક જગ્યાએથી બીજી જગ્યાએ ડ્રગ્સ લઈ જવા માટે કારનો ઉપયોગ કરે છે. આ લોકો કારની પાછળની સીટ નીચે એક ખાસ જગ્યા બનાવીને ત્યાં નશીલા પદાર્થોને બોક્સમાં ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હતા. સ્પેશિયલ સેલ દ્વારા ઝડપાયેલ હેરોઈન આ જગ્યાએથી મળી આવ્યું હતું.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ડીસીપી જસમીત સિંહે જણાવ્યું છે કે, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ નઝીર અને દિનેશ સિંહ તરીકે થઈ છે. સ્પેશિયલ સેલે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની યોગ્ય જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.