ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશનમાં અંકેલશ્વર GIDC માંથી 5000 કરોડનું કોકેઇન ડ્રગ્સ પકડી પાડ્યું

અંકલેશ્વરમાંથી અંદાજે 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાતા (Cocaine Drugs caught in Ankleshwar) ખળભળાટ મચ્યો છે. દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અંકલેશ્વરમાં ચાલતા ડ્રગ્સના કાળો કારોબારનો પર્દાફાશ કર્યો છે.

અંકલેશ્વર GIDC માં રેઈડ
ડ્રગ્સ સામે કેન્દ્ર સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને ‘ડ્રગ ફ્રી ઇન્ડિયા કેમ્પેઇન’ હેઠળ દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જે અંતર્ગત અંકલેશ્વર GIDC માં તપાસ કરતા મોટી સફળતા મળી છે. અંદાજે પાંચ હજાર કરોડનું કોકેઈન ડ્રગ મળી આવતા બંધ બારણે ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

5,000 કરોડનું કોકેઈન ડ્રગ
મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે રવિવારના રોજ ગુજરાતના અંકલેશ્વર GIDC માં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ દરમિયાન અહીં સ્થિત આવકાર ફાર્મામાં 518 કિલો કોકેન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા છે. આ મામલે દિલ્હી અને ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઓપરેશન ચાલી રહ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.

ત્રણ શખ્સ ઝડપાયા
આ મામલે હાલમાં જ દિલ્હી NCB અને ગુજરાત ATS દ્વારા આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠીયા અને વિજય ભેસાણીયાની અટકાયત કરવામાં આવી આટલું જ નહી, આ સિવાય કંપનીના બે કેમિસ્ટને પણ ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.