Kutch Drugs Packets: ગુજરાતના દરિયાકાંઠેથી અવાર-નવાર ડ્રગ્સ મળી આવતું હોય છે. જેમાં ખાસ કરી કચ્છના દરિયાકાંઠેની બિનવરસી ડ્રગ્સ (Kutch Drugs Packets) મળી આવે છે. આ ક્રમમાં ફરી એકવાર કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સ મળી આવ્યું છે. અબડાસાના દરિયાકાંઠેથી 2 પેકેટ લાઇસન્સ વિનાના ડ્રગ્સ મળી આવ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન BSF જવાનોને લુણા બેટ વિસ્તારમાંથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા ડ્રગ્સના પેકેટ જખૌ મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
ફરી એકવાર દરિયાકાંઠે ડ્રગ્સના બિનવારસી પેકેટ મળ્યા
કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સ મળી આવ્યું છે. અબડાસાના દરિયાકાંઠેથી 2 પેકેટ લાઇસન્સ વિનાના ડ્રગ્સ મળી આવ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન BSF જવાનોને લુણા બેટ વિસ્તારમાંથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા.ત્યારે આ પેકેટને રિપોર્ટ માટે મોક્લવવામાં આવ્યા છે.
અગાઉ પણ 7 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા
અગાઉ બે દિવસ પહેલા લખપતના રોડાસર-મેડી નજીક દરિયાકાંઠેથી 7 ડ્રગ પેકેટ મળી આવ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન BSF જવાનોને આ ડ્રગ પેકેટ મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. હવે લાઇસન્સ વિનાના ડ્રગ પેકેટ જપ્ત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કચ્છના દરિયાકાંઠેથી અગાઉ પણ ઘણી વખત લાઇસન્સ વિનાના ડ્રગ પેકેટ મળી આવ્યા છે. નોંધનીય છે કે, કચ્છના દરિયાકાંઠેથી અગાઉ પણ અનેક વાર બિનવરસી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App