એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે પાર્ટી થી ઘરે જઈ રહી હતી ત્યારે ઉબેર ડ્રાઈવરે તેનો રેપ કર્યો હતો. મહિલાનું કહેવું છે કે પાર્ટીમાં દારૂ પીધા બાદ તેણે કેબ બોલાવી હતી અને રસ્તામાં સુઈ ગઈ, જ્યારે તે જાગી તો ડ્રાઇવર તેનો રેપ કરી રહ્યો હતો.
ઉબર કેબ માં રેપ નો મામલો અમેરિકાના કેલિફોર્નિયાના ફોંટનાનો છે. સ્થાનિક પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે કે મહિલા તરફથી ઉબેર ડ્રાઇવર ઉપર રેપનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે મિત્રો સાથે રાત્રે પાર્ટી કર્યા બાદ તે પોતાના ઘરે જઈ રહી હતી. પોલીસનું કહેવું છે કે તે ડ્રાઈવરે મહિલા સાથે સંબંધ બનાવવાની વાત કબૂલી લીધી છે, પરંતુ તેણે કહ્યું કે સબંધ સંમતિથી બન્યા હતા.રવિવારે મહિલાએ પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મહિલા શનિવારની રાત્રિએ પાર્ટી હતી અને ત્યારબાદ તેણે ઉબેર કેબ બોલાવી હતી.
પોલીસે સંદિગ્ધ ઉબેર ડ્રાઇવર ની ઓળખ અલોન્સો કૈલે ના રૂપમાં કરી છે. તેણે પોતે જ પોલીસને સંપર્ક કર્યો હતો. પોલીસ સાથે સંપર્ક કર્યા બાદ અલોન્સો એ કહ્યું કે સબંધ સહમતિથી બન્યા હતા, પરંતુ તેને ડર છે કે મહિલા રેપની વાત કરશે.
જ્યારે તપાસ કરતા હોય આરોપી સાથે પૂછપરછ કરી તો તેણે સહમતિથી સંબંધ બનાવવાની વાત કરી હતી. તેણે કહ્યું કે ફોંટાના ના મૈકડરમોટ પાર્ક માં તે મહિલા સાથે સબંધ બનાવ્યો હતો.
પરંતુ ડ્રાઈવરના સહમતિથી સંબંધ બનાવ્યો હોવાનું કહ્યા બાદ પીડિતાએ કહ્યું કે તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો. ડ્રાઈવરે આ વાત સ્વીકારી છે કે તેને ખબર હતી કે મહિલા નશામાં છે.પોલીસે ડ્રાઈવર પર બળાત્કારના આરોપમાં તેની ઉપર કેસ નોંધી લીધો છે. ડ્રાઈવરને ગિરફતાર પણ કરી લેવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરાશે.
ઉબર કેબ ના મહિલા સાથે યોન શોષણ અને રેપની ઘટના ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં સામે આવી ચૂકી છે. ઓગષ્ટ 2019 માં બેંગ્લોરમાં એક મામલો સામે આવ્યો હતો.એક મહિલાએ ત્યારે આરોપ લગાવ્યો હતો કે ઉપર ડ્રાઇવર લગભગ અડધી રાત્રે તેની સાથે બદતમીઝી કરી હતી. મહિલાએ કહ્યું કે ગેરવર્તણૂક કર્યા બાદ ડ્રાઈવરે તેને કહ્યું કે તેમાંથી ઊતરી જા નહીતર તારા કપડાં ફાડી નાખીશ.
માર્ચ 2019 માં દિલ્હીમાં રહેતી એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે કુબેર કેમ ના ડ્રાઈવરે તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. તેણે ડ્રાઈવરને એસી ચાલુ કરવા માટે કહ્યું. ત્યારબાદ ડ્રાઈવરે કથિત રીતે તેને કહ્યું કે- ‘ગરમી લાગતી હોય તો મારા ખોળામાં આવીને બેસી જા.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.