સ્ટેજ પર BJP નેતાને ઓળખી ન શક્યા DSP તો જાહેરમાં મંગાવી માફી, તમે જ કહો નેતાનું આ વર્તન કેટલું યોગ્ય?

BPJ leader’s arrogance of power: ઓરિસ્સાના પૂર્વ રાજ્યપાલ પ્રોફેસર ગણેશીલાલના દીકરા અને બીજેપીના નેતા મનીષ સીંગલા ને સાયકલોથોન પ્રોગ્રામ દરમિયાન પોલીસકર્મી દ્વારા મંચ પરથી ઉતારી દેવા અને કાર્યક્રમમાંથી બહાર મોકલવા વાળા મામલામાં નવી અપડેટ (BPJ leader’s arrogance of power) સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસ કર્મી દ્વારા માફી મંગાવામાં આવી રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ડીએસપી જીતેન્દ્રસિંહ રાણાએ પોતાના વ્યવહાર માટે માફી માંગી છે. મનીષ સીંગલા એ ડીએસપી જીતેન્દ્રસિંહ રાણાને માફ કરતા કહ્યું કે જે થયું તે અજાણતા થયું છે હવે કોઈ ફરિયાદ નથી..

શું છે સમગ્ર મામલો?
ઓરિસ્સાના પૂર્વ રાજ્યપાલ ગણેશિલાલના દિકરા મનીષ સિંગલા રવિવારના રોજ સાયકલોથોન યાત્રામાં સામેલ થયા હતા. તેમાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનિક મુખ્ય અતિથિ હતા. આ દરમિયાન ડીએસપી જીતેન્દ્રસિંહ રાણાએ મનીષ સીંગલાને મુખ્યમંત્રીના મંચ પરથી નીચે ઉતારી ગેટથી બહાર કાઢી મૂક્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હતો ત્યારબાદ વિવાદ શરૂ થઈ ગયો હતો.

પોલીસ અધિક્ષક ડોક્ટર મયંક ગુપ્તાએ આ મામલાને થાળે પાડવા માટે ડીએસપી જીતેન્દ્ર રાણા અને મનીષ શિંગલાને રેસ્ટ હાઉસ બોલાવ્યા હતા . જ્યાં ડીસીપી જીતેન્દ્ર રાણાએ મનીષ સિંગલા સાથે બેસી માફી માંગી અને વિડિયો જાહેર કર્યો હતો.

અહંકાર માથે ચડીને બોલી રહ્યો છે..
કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડાએ બીજેપી પર નિશાનો સાધતા કહ્યું હતું કે સત્તાનો નશો અને અહંકાર ભાજપના નેતાઓના માથે ચડીને બોલી રહ્યો છે. ભાજપ નેતા હરિયાણા પોલીસના ડીએસપી પાસેથી માફી મંગાવી રહ્યા છે. કારણકે તેઓ સીએમના પ્રોગ્રામમાં તેમને ઓળખી ન શક્યા હતા. મુખ્યમંત્રીના નજીકના સાથી અને સરકાર તેમજ વર્દી બંનેની ગરિમાના તાર તાર થઈ રહ્યા છે.

ઓળખી ના શક્યા..
 ડીએસપી જીતેન્દ્રસિંહ રાણાએ કહ્યું કે તે નેતાને ઓળખી ન શક્યા હતા. સ્થળ પર હાજર અન્ય લોકોએની સાથે પણ તેઓ વીઆઈપી સ્ટેજ પરથી નીચે ઉતારવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ફરજ દરમિયાન મારો ઇરાદો કોઈ પણ વ્યક્તિના સન્માનને ઠેસ પહોંચાડવાનો ન હતો. હું મારી ભૂલ સ્વીકાર કરું છું.

ડીસીપી દ્વારા પોતાની ભૂલ સ્વીકાર કર્યા બાદ મનીષ સિંગલાએ કહ્યું કે તે અને તેમનો સમગ્ર પરિવાર હરિયાણા પોલીસનું સંપૂર્ણ માન સન્માન કરે છે. તેઓ ડીએસપી જીતેન્દ્ર રાણાને પહેલા ક્યારે મળ્યા નથી. પરંતુ હવે તેઓ તેના જવાબથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે અને તેઓને કોઈ ફરિયાદ નથી.