જમશેદપુર: તંત્રની બેદરકારીથી કોઈ સામાન્ય નાગરિકનું મોત થવું એ સામાન્ય વાત બની ચુકી છે. ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે જેમાં સરકાર કે તંત્રની બેદરકારીને કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય. હાલ એક આરોગ્ય સેવાઓનો પર્દાફાશ અને અસહાય આરોગ્ય પ્રણાલીનો પર્દાફાશ કરતો કિસ્સો બહાર આવ્યો હતો. જેમાં સમયસર સારવારના અભાવે મહિલા અને તેના નવજાત શિશુનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જે બાળકની આંખ આ કલયુગી દુનિયામાં હજુ ખુલે ત્યાં તો ગર્ભમાં જ તેનું મોત થયું હતું. આ ઘટના બનતા લોકોમાં ચર્ચનો વિષય બન્યો હતો.
ચાયબાસા કે મંઝારી પ્રક્ષેપના જોજોબેરા ગામમાં શનિવારે એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઇ જવા માટે ગામની મહિલાઓએ ગોદમાં લઈને એક કિલોમીટર દૂર ચાલીને 108 (એમ્ભ્યુલેન્સ)સુથી પહોચાડી હતી. ત્યારબાદ, તેને હોસ્પિટલ પહોચી શકી. એમ્બુલેન્સ ગામો સુધી પહોચી શક્તિ નહીં. આ વિસ્તાર મુંઝગંવ વિધાનસભા પાસે આવે છે. શનિવારે બપોરના સમયે દિનેશ તામસોયીની પત્ની માલતી તામસોય અચાનક પ્રશ્રુતી દર્દથી પીડવા લગી હતી.
તમને જણાવી દઈએ કે, ઘણી વખત સરકારી એમ્બ્યુલેન્સ 108 પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિજનો પ્રાઈવેટ વાહન બોલાવ્યું હતું, પરંતુ તે પણ કાદવમાં ફસાઈ ગઈ હતી. છેવટે ભારી પ્રયત્નો બાદ ગામની મહિલાઓએ માલતી ઉચકીને એમ્બ્યુલેન્સ સુધી પહોચાડવામાં આવી હતી. ત્યારબાદ, સદર હોસ્પિટલ ચાઇબાસામાં તેને દાખલ કરવામાં આવી.
માલતીની કિસ્મત સારી હતી કે, તે આટલી મુશ્કેલીઓ વેઠ્યા પછી પણ સમયસર હોસ્પિટલ પહોચી ગઈ. જ્યાં તેણીએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો અને તે પણ સુરક્ષિત છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ વિસ્તારના રસ્તા જર્જરીત છે, આ મામલે ઘણા સ્થાનિક વિધાયકને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ આશ્વાસન સિવાઈ કઈ જ નથી મળતું. આ રસ્તા પર ચાલવું પણ ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. સરકાર વિકાસ માટે કઈ જે કઈ પણ કહે છે તે પ્રમાણે કોઈ કાર્ય થતું નથી, આ સત્ય તમારી નજરો સામે જોઈ શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.