Banaskantha accident news: દિયોદર વિસ્તાર માં વારંવાર અકસ્માતો ની હાળમાળા સર્જાઇ રહી છે.ત્યારે આજે જે ઘટના બની છે એ તમારા રુંવાટા ઊભા કરી દેશે, દિયોદર તાલુકાના રાંટીલા ગામના વતની અને 3 -3 દિકરીઓના પિતા એવા 33 વર્ષીય યુવાનની બાઈક ટ્રક સાથે અથડાતા તે યુવકનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હોવાનું સામે આવ્યું છે.ત્યારે આ અકસ્માત અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અકસ્માતની (Banaskantha accident news) નોંધ લઇ આગળની કાર્યવાહી હાથધરી છે.
ટ્રક નીચે આવી જતા મોત
આ અંગે મળતી માહિતી મુજબ બનસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રાંટીલા ગામના પ્રવિણસિંહ સુબાભાઇ રાજપૂત ગામની જ શાળામાં આચાર્યની ફરજ બજાવતા શિક્ષક ગઈકાલે સવારે પોતાના રુટિન સમય પ્રમાણે શાળાએ જવા નીકળ્યા હતા. આ દરમિયાન દિયોદરની જેતડા ચોકડી પાસે ટર્ન લેતા એક ડમ્પર નીચે આવી ગયા હતા.જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા,ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓ એકઠા થઇ આ અંગે પોલીસ તથા 108ને જાણ કરી હતી.
પરિવાર શોકમાં ગરકાવ
108ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.જે બાદ ઇજાગ્રસ્ત શિક્ષકને સારવાર અર્થે દિયોદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પરંતુ શિક્ષકને અતિગંભીર ઇજાઓ થઇ હોવાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરોએ એમને મૃત જાહેર કર્યા હતા.ત્યારે આ શિક્ષકને મૃત જાહેર કરવામાં આવતા તેમના પરિવારમાં ભારે આક્રન્દ જોવા મળ્યું છે.તેમજ આ શિક્ષકના મોતના પગલે તેમનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
શાળાનો સ્ટાફ તથા વિદ્યાર્થી ભારે શોકમાં ગરકાવ
આ ઘટના અંગે મૃતકના કાકાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જોકે, એકાએક શિક્ષકનું મોત થતાં શાળાના વિદ્યાર્થીઓ અને તાલુકાભરના શિક્ષકોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
આમ આ ઘટના માં રાંટીલા ગામના વતની અને રાંટીલા પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ સુબાભાઈ રાજપુત ( ઉ.વ 33) નું કરૂણ મોત નિપજયું હતું.રાંટીલા ગામમાં સ્વર્ગીયની સ્મશાન યાત્રા માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને પરિવાર ને સાંત્વના આપવાનો પ્રયત્ન કરેલ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App