સુરતના કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એક વાર ડુપ્લીકેટ પોલીસ ની ધરપકડ થતા ચકચાર મચી છે. કિશન નામનો યુવાન ASI નું કાર્ડ લઇને પોલીસ સ્ટેશનમાં કોઈ કેસની તપાસ કરવાના બહાને આવ્યો હતો. પરંતુ પોલીસને શંકા જતા પોલીસની વરદી પહેરીને આવેલા યુવાનની પૂછપરછ કરતાં તે નકલી હોવાનું બહાર આવ્યું હતું.
કિશન જેતાણી નામનો યુવક ASI ની પોલીસ વર્ધિ પહેરીને રોફ જમાવી રહ્યો હતો પરંતુ પોલીસ ને શંકા જતા પૂછપરછ કરતા આ યુવાન પકડાય ગયો હતો.
પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરી કે વર્ધિ પહેરીને શું કરતો હતો. તેણે આ અગાઉ કોઈ સાથે પીએસઆઈ બનીને કોઈ છેતરપિંડી કરી છે કે નહીં તે તપાસ દિશામાં તપાસ હાથ ધરી છે.
આ યુવાન પોતાની સાથે રહેલી ગન નાના બાળકો મેડ ઈન ચાઈના ગન વાપરતા હોય છે તે લઈને આવ્યો હતો તે પણ કબજે કર્યું છે અને ઓળખ કાર્ડ પણ કબજે કર્યું છે. સુરત વિસ્તારમાં અગાઉ પણ ડુપ્લીકેટ PSI અને PC ઝડપાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.