સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(Surat) ગ્રામ્ય એલસીબી દ્વારા વરેલીગામથી ઓનલાઈન અરજીમાં બ્રાન્ડેડ કંપનીના નામે ટી-શર્ટ(T-shirt) અને લોઅર પેન્ટ(Lower pants) પર બ્રાન્ડેડ કંપનીનો લોગો મારી ડુપ્લીકેટ વસ્તુઓ વેચવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. હવે ગ્રામ્યમાં Nike, Adidas વગેરે જેવી મોટી બ્રાન્ડના ડુપ્લિકેટ કપડાં(Duplicate clothing) કે ચીજો વેચનારા લોકોની ખેર નથી. પોલીસ દ્વારા આજે દરોડામાં 11.83 લાખનો માલ ઝડપી પાડવામાં આવતા નકલી માલ વેચતા વેપારીઓમાં ફફડાટ મચ્યો છે.
મળતી માહિતી મુજબ, એલ.સી.બી સુરત ગ્રામ્ય પોલીસના માણસો કડોદરા પોલીસ સ્ટેશન હદ્દ વિસ્તારમા આવેલ ઔધ્યોગીક એકમવાળા વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. આ દરમિયાન, એલ.સી.બી શાખાનાઓને સયુકત રીતે તેઓના ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળી હતી કે પલસાણા તાલુકા ખાતે આવેલ વરેલી ગામમાં દતક્રુપા સોસાયટીમાં લક્ષ્મી કોમ્પ્લેક્ષમા પ્રથમ માળ ઉપર દેવતાપ્રસાદ પાંડે તથા મુકેશ નામના ઈસમો ભેગામળી પોતાની દુકાનમાં ટી-શર્ટે તથા લોઅર પેન્ટ બનાવી તેની ઉપર બ્રાન્ડેડ કંપનીના લોગો મોટા પ્રમાણમા દુકાનમાં સંગ્રહ કરી ઓનલાઈન શોપીંગમા તથા છુટકમાં સપ્લાય અને વેચાણ કરી રહ્યા છે.
બાતમીના આધારે એલ.સી.બી પોલીસના માણસો દ્વારા તપાસ કરવામાં આવતા દુકાનમાંથી કંપનીઓ NIKE, adidas, jor-dan, puma બ્રાન્ડના લોગો લગાવેલ મોટા પ્રમાણમાં અલગ અલગ પેટનના ટી-શર્ટ તથા લોઅર પેન્ટનો જંગી જથ્થો તથા મટીરીયલ્સ કાપડ, મશીનરી, બ્રાન્ડેડ કંપનીના લોગોના સ્ટીકરો મોટા પ્રમાણમાં દુકાનમાંથી મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, દુકાનમાં હાજર બન્ને ઇસમોની પૂછપરછ કરવામાં આવતા ગેરકાયદેસર રીતે તમામ બ્રાન્ડના ડૂબલિકેટ કોપી લગાવી બ્રાન્ડેડ કંપનીના ટી-શર્ટે તથા લોઅર પેન્ટ ડુપ્લીકેટ બનાવેલ હોવાનું જાણવા મળતા તમામ મુદામાલ એલ.સી.બી પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.
એલ.સી.બી પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે બ્રાન્ડના નામે ઠગ કરનાર વરેલીનો દેવતાપ્રસાદ અયોધ્યાપ્રસાદ પાડે તેમજ કડોદરા ખાતે રહેતો મુકેશકુમાર રાજેન્દ્રપ્રસાદ વર્માની અટકાયત કરવામાં આવી અને NIKE , adidas , jor-dan , pumaના કોપી કરેલ જંગી કપડાનો જથ્થો તેમજ અલગ અલગ ઉપયોગમાં લેવાતા 17 જેટલા મશીનો મળીને કુલ્લ 11 લાખ 83 હજારનો મુદામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.