ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં 8083 નોટરીને નોટરી લાઇસન્સ ઇસ્યુ કરવામા આવ્યા છે અને નવ નિયુક્ત નોટરી વકીલોને સામાન્ય જનતાને સ્ટેમ્પ પેપર લેવા માટે અગાઉ સરકાર દ્વારા નિયુક્ત કરેલ સ્ટેમ્પ વેન્ડર પાસે લેવા માટે જવું પડે છે જે વેન્ડરની સંખ્યા નહિવત છે અને હાલમાં વસ્તી અને વિસ્તારના પ્રમાણમાં નોટરી વકીલોની સંખ્યા વધી હોવાથી આ સ્ટેમ્પ પેપર લેવા માટે અન્યત્ર જગ્યાએ જવું અને નોંધણી માટે નોટરી વકીલો પાસે જવું એમ જનતાનો સમયનો બગાડ થાય છે અને નોટરી ને વિવિધ કરારો,
સોગંદનામા અને અન્ય દસ્તાવેજોમાં પણ સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં સમસ્યા પડતી હોય છે વિવિધ પ્રકારના લખાણો માટે નોટરી પાસેથી જો સ્ટેમ્પ પેપર સરળતાથી મળી રહે તો સામાન્ય જનતાને રાહત મળી શકે છે અને સરકાર દ્વારા નોટરીની સંખ્યા વધી હોવા છતાં પણ ઈ-સ્ટેમ્પ લાઇસન્સ નવ નિયુક્ત નોટરીને ફાળવવામાં આવેલ નથી જેથી સરકારને વકીલોને ઈ-સ્ટેમ્પ લાઇસન્સ ઉપલબ્ધ કરાવવા બાબતે રજુઆત કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય ગાંધીનગર મુજબ સરકાર દ્વારા નિયુક્ત નોટરી વકીલોને જનતાને સરળતાથી સ્ટેમ્પ મળી રહે અને જનતા સરળતાથી સ્ટેમ્પ ડયુટી ચૂકવણી કરી શકે તે માટે ઈ સ્ટેમ્પીંગ રૂલ્સ 2014ના નિયમ 13માં ઉક્ત પ્રસ્તાવિત 2ના જાહેરનામામાં સુધારો કરવામાં આવેલ છે અને જે વ્યક્તિ /એજન્સી ACC તરીકે નિમણૂક થવા માંગતા હોય તેમને નિયમ 12 મુજબ નિમણૂક સત્તાધિકારી/સુપ્રિ.ઓફ સ્ટેમ્પ મંજૂરી આપી શકે છે જેથી હાલમાં સમગ્ર ગુજરાતમાં 8083 નોટરી ભારત સરકાર તરીકે નિમણૂક આપી છે.
તે તમામને જનતાના હિતમાં ઈ-સ્ટેમ્પ પેપર લાઇસન્સ આપવામાં આવે તે માટે રજુવાત કરવામાં આવી હતી અને ઝડપથી ઈ-સ્ટેમ્પ લાઇસન્સ ફાળવવા લાગુ કચેરી /અધિકારીઓને આદેશ આપવામાં આવે તેવી રજુવાત કરવામાં આવી છે. ત્યારે તે ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા માટે રજુઆત કરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App