પૂર્વ IPSના ઘરે ITના દરોડા- 600 લોકર માંથી અત્યાર સુધીમાં કરોડોની સંખ્યામાં મળી ગુલાબી નોટો

આવકવેરા વિભાગ (Income Tax Department) ની ટીમે નોઈડાના સેક્ટર 50ના બંગલા નંબર-A6 પર દરોડા પાડ્યા હતા. આ બંગલો 1983 બેચના રિટાયર્ડ આઈપીએસ રામ નારાયણ સિંહનો…

આવકવેરા વિભાગ (Income Tax Department) ની ટીમે નોઈડાના સેક્ટર 50ના બંગલા નંબર-A6 પર દરોડા પાડ્યા હતા. આ બંગલો 1983 બેચના રિટાયર્ડ આઈપીએસ રામ નારાયણ સિંહનો (IPS Ram Narayan) છે. જેઓ યુપી પોલીસમાં ડીજી પ્રોસિક્યુશન હતા. આરએન સિંહનો પુત્ર સુયશ સિંહ ઘરના બેઝમેન્ટમાં પોતાની લોકર (સેફ) ચલાવે છે. તેની પાસે લગભગ 600 લોકર છે.

આ દરોડા પર પૂર્વ IPSએ પોતાનું નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે, તેઓ લોકર કાયદેસર રીતે ચલાવે છે, ઈન્કમટેક્સે તેમનો સંપર્ક કર્યો અને તપાસ કરી, લોકર્સની તપાસ કરી ત્યારે તેમને 5 કરોડ 77 લાખ રૂપિયા મળ્યાની ખબર આવી છે.

મળતી માહિતી અનુસાર પૂર્વ IPS રામ નારાયણ સિંહે કહ્યું કે, અમારી પાસે પણ બે લોકર હતા, અધિકારીઓ તેમની તપાસથી સંતુષ્ટ છે, કેટલાક લોકર ધારકોએ ચેકિંગમાં સહકાર આપ્યો નથી. તેમના લોકરની સર્ચ વોરંટથી તપાસ કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં પૈસા મળ્યા છે. અહિયાં 600 લોકર છે.

IPSના પુત્ર સુયશે કહ્યું કે, અમે લોકર ધારકોના તમામ દસ્તાવેજો અને વિગતો આપી દીધી છે. આ બંગલાના ભોંયરામાં રામ નારાયણ સિંહની પત્ની અને પુત્ર માનસમ વોલેટ્સના નામે લોકર ભાડે રાખે છે. છેલ્લા પાંચ વર્ષથી આ સેફ્ટી વોલ્ટમાં લોકર ભાડે આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *