ગુજરાતના કયા શહેરમાંથી પકડાયો 800 કરોડનો નશાનો સામાન? જાણો જલ્દી

Published on Trishul News at 10:59 AM, Fri, 29 September 2023

Last modified on September 29th, 2023 at 10:59 AM

Cocaine seized in Kutch: ગણેશ વિસર્જનના દિવસે ગુજરાત પોલીસને મહતવની સફળતા હાથ લાગી છે. કચ્છના દરિયાકાંઠે ગુજરાત પોલીસની સતર્કતાથી રૂ.૮૦૦ કરોડની કિંમતનું કોકેઈન જપ્ત કરાયું છે. કચ્છ પૂર્વ એલ.સી.બી. શાખાને મળેલી બાતમીના આધારે મીઠીરોહર દરિયાકિનારે અમુક ઈસમોની શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખતા તેઓ ડ્રગ્સનો જથ્થો સગેવગે કરે એ પહેલાં કચ્છ પોલીસની ટીમ દ્વારા દરોડો પાડીને ૮૦ કિલોગ્રામ કોકેઈન કબજે કરેલ છે. જેની કિંમત રૂ.૮૦૦ કરોડ થાય છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છના દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સને FSL માં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું છે. ગત રોજ પૂર્વ કચ્છ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પોલીસને બિનવારસી હાલતમાં જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ ડ્રગ્સ કોણે મંગાવ્યું હતું. તે તરફ તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે. ગુજરાત સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગાંધીધામની સ્થાનિક પોલીસને અભિનંદન પાઠવ્યાં છે.

નોંધનીય છે કે, થોડા સમય અગાઉ કચ્છનાં દરિયા કિનારેથી અવાર નવાર ડ્રગ્સનાં પેકેટ BSF ને પેટ્રોલીંગ દરમ્યાન મળી આવ્યા હતા. ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતનો દરિયો મુખ્ય કેન્દ્ર બની ગયો છે. છેલ્લા 5 વર્ષમાં 35 હજાર કરોડથી વધુ ડ્રગ્સ ગુજરાતમાં ઝડપાયું છે. થોડા દિવસ અગાઉ સુરતના દરિયા કિનારેથી પણ અફઘાનીસ્તાનના પેકિંગ વાળું ડ્રગ્સ મળી આવ્યું હતું.

Be the first to comment on "ગુજરાતના કયા શહેરમાંથી પકડાયો 800 કરોડનો નશાનો સામાન? જાણો જલ્દી"

Leave a comment

Your email address will not be published.


*