હાલ ચાલી રહેલા ભારત અને ચીનની વચ્ચેના સીમા તણાવને ઓછો કરવા માટે બન્ને દેશોની વચ્ચે સૈન્ય સ્તરની વાતચીતનો દોર ચાલુ છે. આ દરમિયાન ચીનની સેના દ્વારા પૂર્વ લદ્દાખમાં ગોગરા અને હોટ સ્પ્રિંગ્સમાંથી પોતાના સૈનિકો અને ગાડીઓ હટાવવાથી ઈનકાર કરવામાં આવ્યો છે.
ચીન તરફથી આ કઠોર વલણ ફેબ્રુઆરીમાં પેંગોગ લેક સેક્ટર પર બન્ને સ્તર પર સૈનિકોની પીછે હટને લઈને બનેલી સહમતિ બાદ આવ્યો છે. ભારતીય સેનાના 14 કાર્પ્સથી જોડાયેલા એક મુખ્ય સુત્ર દ્વારા એક મીડિયાને જણાવવામાં આવ્યું કે કાલે બન્ને દેશોની વચ્ચે 11માં સ્તરની વાર્તા થઈ જેમાં ચીન તરફથી નરમાશની જગ્યાએ કઠોરતા દર્શાવવામાં આવી છે.
સૈન્ય સ્તરની 11માં બેઠક લગભગ 13 કલાક ચાલી
બન્નેની વચ્ચે સૈન્ય સ્તરની 11માં બેઠક લગભગ 13 કલાક ચાલી હતી અને આ મહત્વની બેઠક આયોજિત કરવામાં આવી હતી જેમાં લદ્દાખના ગતિરોધને ઓછો કરવા માટે વિવાદિત પૈંગોગ લેકથી સૈનિકોની પીછે હઠને લઈને સહમતિ બની હતી. જે એક બીજાથી માત્ર 10 મીટરના અંતર પર તૈનાત હતા. આ વાત 20 ફેબ્રુઆરીએ થઈ હતી.
આ બન્ને માટે મહત્વનું છે
સેટેલાઈટ ઈમેજથી જાણવા મળ્યુ હતુ કે, વિશાળકાય લેકની કિનારા પર ફિંગર્સ કોમ્પ્લેક્સમાં ચીન સેના તરફથી પીછે હટની કાર્યવાહી થઈ છે. જો કે ચીન હજું પણ ગોગરા અને હોટ સ્પ્રિગ્સ વિસ્તારને લઈને અડ્યુ છે. આ બન્ને માટે મહત્વનું છે.
ભારત દ્વારા આ બન્ને પોસ્ટોમાં સીમાવર્તી સૈનિકો અને ગાડિઓની એકસમાન તબક્કાવાર રીતે ઘટાડો કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. પરંતુ ચીને તેને ફગાવી દીધો છે. ભારતીય સેનાએ કાલની વાતચીત બાદ જારી નિવેદનમાં કહ્યુ હતુ કે, વિવાદ ખતમ કરવા વાતચીત ચાલુ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.