કપડવંજમાં કન્ટેનર સાથે ટક્કર થતાં ઈકો કારનો કચ્ચરઘાણ; દીકરાના લગ્ન પતાવી પરત આવતા પિતા સહિત ત્રણ જાનૈયાનાં મોત

Kapadvanj Accident: ખેડા જીલ્લાના કપડવંજ નજીક કપડવંજ મોડાસા રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાંપિતા સહિત ત્રણ જાનૈયાના જાન ઘરે પહોંચે તે પહેલાં જ મોત થયા હતા. તેમજ ઈકો કારમાં સવાર 8 લોકોને ઈજા પહોંચી છે. ત્યારે લગ્રનો પ્રસંગ માતમમાં ફેરવાતા(Kapadvanj Accident) પરિવાર પર આભ તૂટી પડ્યું છે.જો કે,ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.

અકસ્માતમાં વરરાજાના પિતા સહીત ત્રણના મોત
માહિતી મુજબ કારમાં સવાર લોકો કપડવંજ પાસેના સોરણા ગામના હતા. જેઓ લગ્નમાંથી પરત પોતાના ગામ ફરી રહ્યા હતા. જે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. જેમાં વરરાજાના પિતાનું મોત નિપજ્યુ હોવાની વિગતો મળી રહી છે. અન્ય ઈજાગ્રસ્તોને કપડવંજ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે.આ લગ્રની જાન આ ગામથી મહાદેવ પાખિયા ખાતે ગઈ હતી.

જેમાં અરવિંદભાઈનાં પરિવારજનો અને ગ્રામજનો પણ પોતાનાં જુદાં જુદાં વાહનો લઇને લગ્નમાં પહોંચ્યા હતા. લગ્ન પૂર્ણ કરી જાન લઈને પરત આવી રહ્યા હતા. સોરણા ગામના કલ્પેશભાઈ રાયસિંગભાઈ ખાંટની ઈકો કારમાં અરવિંદભાઈ ફુલાભાઈ વાઘેલા, મિતેશભાઈ પરમાર, કલ્પેશભાઈ ખાંટ સહિત 8 લોકો પરત ઘરે સોરણા મુકામે આવી રહ્યા હતા. ઈકો કાર રાજુભાઇ રામજીભાઈ રબારી ચલાવતા હતા.

10 લોકોને કપડવંજ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા
અકસ્માતની જાણ થતાંની સાથે જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે ઇકો કારમાં 12 પેસેન્જર બેઠા હોવાની માહિતી મળી રહી છે. આશરે 10 લોકોને કપડવંજ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો, ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ
આ ઘટનામાં કપડવંજ તરફથી આવતી કન્ટેનર ટ્રક સાથે પોતાની ઈકો કાર ધડાકાભેર અથડાવી હતી. જેથી ઈકો કારનો કુરચો વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જેમાં પુત્રના લગ્ન કરાવી પરત આવી રહેલા પિતાનો પણ સમાવેશ થાય છે. જ્યારે 8 લોકોને શરીરે ઈજાઓ પહોંચતા તેઓને 108 એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ત્યારે આ ઘટનાને લઈને પરિવારની ખુશી માતમમાં છવાઈ ગઈ છે.