અત્યારે વેકેશન (Vacation) પડતાની સાથે જ લોકોને ફરવા (visit) જવું હોય છે. તેમજ હવે લોકો શહેરની(City) ધમાલથી દૂર ગામડામાં(Villages) આરામની પળો પસાર કરવાનું પસંદ કરે છે. પ્રાકૃતિક વાતાવરણમાં(Natural environment) રહેવું, ત્યાંના લોકોને મળવાનું, તેમની સંસ્કૃતિને સમજવું અને તેમના ભોજનનો આનંદ માણવાનો ચલણ સતત વધી રહ્યો છે. તેથી હવે લોકો વેકેશન દરમિયાન ગામડે જવાનું પણ વધારે પસંદ કરે છે.
આવી બાબતોને ધ્યાનમાં રાખીને મુંબઈની રહેવાસી ગંગાએ શહેરથી 63 કિમી દૂર કર્જતમાં આ જ મોડેલ પર ‘આર્ટ વિલેજ’ (Art Village Karjat) નામનું પ્રાયોગિક પર્યટન કેન્દ્ર બનાવ્યું છે. જ્યાં લોકો તેમની રજાઓ દરમિયાન જઈ શકે છે અને ધરતીનું નિર્માણ, ઓર્ગેનિક ફાર્મિંગ, યોગ, પેઇન્ટિંગ અને પેપર મેકિંગ જેવી કળાઓ શીખી શકે છે. મળેલી માહિતી અનુસાર અહી વિદેશથી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે. આમાંથી ગંગાને માસિક આવક લગભગ 15 લાખ રૂપિયા મળે છે અને 20 લોકોને રોજગાર પણ મળ્યો છે.
મળેલી માહિતી મુજબ 42 વર્ષીય ગંગા કડાકિયા જે વ્યવસાયે એક કલાકાર છે. ગંગા ફરવાની ખુબ જ શોખીન છે. તેને અલગ-અલગ જગ્યાએ ફરવાનું અને પ્રકૃતિ સાથે સમય પસાર કરવાનું ખુબ જ ગમે છે. દેશ અને દુનિયાના અનેક સ્થળોની મુલાકાત લીધા બાદ તેમને લાગ્યું કે ભારતમાં એવી ઘણી ઓછી જગ્યાઓ છે, જ્યાં પ્રકૃતિનો આનંદ માણવાની સાથે સાથે કેટલીક કળાઓમાં પણ નિપુણતા મેળવી શકાય છે.
ગંગાની માતાએ તેને વારસામાં કર્જતમાં 7 એકર જમીન આપી હતી. ગંગા આ જગ્યાનો ઉપયોગ ખૂબ જ નવીન રીતે કરવા માંગતી હતી. જ્યાં એક છત નીચે પ્રવાસન, કલા અને સ્થાપત્યને પ્રોત્સાહન આપી શકાય. 2016માં આ રીતે આર્ટ વિલેજની શરૂઆત થઈ હતી.
એક અહેવાલ મુજબ ગંગાએ જણાવ્યું હતું કે, ‘આ જમીન પર કંઈપણ બનાવવું સરળ નહોતું. 2016 પહેલા ઉજ્જડ જમીન પર ચારેબાજુ કચરાના ઢગલા હતા. પહેલા અમે એક વિશાળ વિસ્તાર સાફ કર્યો અને પછી ઘણાં ફળોના વૃક્ષો વાવ્યા. તેની દેખભાળની સાથે ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી પણ શરૂ કરી હતી. જેના કારણે આજે ગામની આજુબાજુ સાયકમોર, બડ, શીશમ અને કોકમના હજારો વૃક્ષો છે. તેમજ કિંગફિશર જેવા હજારો પક્ષીઓ હંમેશા અહીં રહે છે. આ સાથે જ અહીં ઓર્ગેનિક શાકભાજી, ફળો, જડીબુટ્ટીઓ, દવાઓ અને અનેક પ્રકારના અનાજ પણ ઉગાડવામાં આવે છે. અહીં આવનાર મહેમાનને માત્ર ઓર્ગેનિક ફૂડ જ પીરસવામાં આવે છે.
ગંગાએ આ જગ્યા વિશે જણાવતા કહ્યું છે કે, ‘મેં આર્ટ વિલેજનું વાતાવરણ સિઝન પ્રમાણે તૈયાર કર્યું છે. અહીં દરેક સિઝનમાં તાપમાન સરખું જ રહે છે. તે ન તો ખૂબ ગરમ છે અને ન તો ખૂબ ઠંડું. તેનું સ્થાપત્ય પરંપરાગત છે. રૂમની દિવાલો કાચી ઈંટ, ચૂનો અને માટીથી બનેલી છે. ઉપરાંત, આ દિવાલોને વળાંકવાળી બનાવવામાં આવી છે, જેના કારણે તે ઘણી મજબૂત છે.
ગંગાના જણાવ્યા અનુસાર, અહીંની બારીઓ અને દરવાજા શિપયાર્ડમાં પડેલા કચરાના લાકડામાંથી બનાવવામાં આવ્યા છે. ગામડાના રૂમ, મેડિટેશન હોલ, રસોડું અને કોમ્યુનિટી હોલ લાકડા, માટીની ટાઇલ્સ, મેંગ્લોરિયન ટાઇલ્સથી બનેલા છે. આ સામગ્રીઓ સરળતાથી રિસાયકલ અથવા પુનઃઉપયોગ કરી શકાય છે. ગામમાં ગ્રે વોટર રિસાયક્લિંગ માટે એક યુનિટ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 70% વપરાયેલ પાણી પુનઃઉપયોગ માટે યોગ્ય બનાવવામાં આવે છે. આ રિસાયકલ કરેલ પાણીનો ઉપયોગ સિંચાઈ અથવા અન્ય હેતુઓ માટે થાય છે.
ગંગા કહે છે, “આ ગામની ખાસ વાત એ છે કે જો ભવિષ્યમાં તેને ક્યારેય તોડી પાડવામાં આવશે તો અહીંનું જંગલ વધુ ફેલાઈ જશે, કારણ કે અહીં બનેલા કેમ્પમાં કોંક્રીટ કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ સુવિધા આપણું નાનકડું ગામ ઇકો-ફ્રેન્ડલી બનાવે છે. કોઈપણ ફાર્મ હાઉસમાં પાણીનો વપરાશ ઘણો વધારે થતો હોય છે. પરંતુ અમારા ગામમાં પાણીનું રિસાયકલીંગ કરીને આપણે ઘણું પાણી બચાવીએ છીએ.
ગંગા કહે છે, ‘સામાન્ય પ્રવાસીઓ સિવાય ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, પેન્ટર્સ, ડાન્સર્સ અને એક્ટર-એક્ટ્રેસ પણ આ આર્ટ વિલેજમાં આવે છે. કલાકારો પણ પોતાના વિચારોની આપસમાં આપ-લે કરે છે. ઓર્ગેનિક ફાર્મિંગ, અર્થ બિલ્ડિંગ, પેપર મેકિંગ, ન્યુમરોલોજી અને યોગ પર માસ્ટર ક્લાસ આપવા માટે પ્રશિક્ષકો પણ હાજર છે. મળેલી માહિતી મુજબ હાલમાં ગામમાં 6 કેમ્પ છે જેમાં 24 લોકો એકસાથે રહી શકે છે. કહેવા માટે ગામડામાં છે પણ અહીં દરેક સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
ગંગા કહે છે, આર્ટ વિલેજમાં આવતા મોટાભાગના લોકો યોગ અને ધ્યાનના વર્ગો માટે આવે છે. આ કારણે, મેડિટેશન હોલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે અહીં લાંબો સમય કોઈપણ મુશ્કેલી વિના વિતાવી શકાય. તેનો આંતરિક ભાગ ઇંડા જેવો છે. તે ઇકો ફ્રેન્ડલી સામગ્રી અને પરંપરાગત ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવે છે. હોલની અંદરનું તાપમાન બહાર કરતાં 6-7 ડિગ્રી ઓછું રહે છે. આ ગુણોને લીધે, ગામમાં આવતા પ્રવાસીઓ હંમેશા મેડિટેશન હોલમાં આવવું પસંદ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.