જનતાને અપાયો મોંઘવારીનો વધુ એક ડામ: સિંગતેલ સહિત ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો તોતિંગ વધારો

Increase Price of Edible Oil: ખાદ્યતેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. રાજકોટમાં આજે ખૂલતા બજારે સિંગતેલ, કપાસિયા, પામતેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ખાદ્યતેલોના ભાવમાં 20 રૂપિયાથી 40 રૂપિયા સુધીનો વધારો કરાયો છે. તો સિંગતેલના ભાવમાં(Increase Price of Edible Oil) રૂપિયા 30નો વધારો કરાયો છે. તેમાં સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં રૂ.100નો વધારો કરવામાં આવ્યો છે. તેમાં સીંગતેલના ડબ્બાનો ભાવ 2740થી વધીને 2840 પર પહોંચ્યો છે.

કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1640થી વધીને 1740 થયો
કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1640થી વધીને 1740 થયો છે. રાજકોટ સીંગતેલમાં ડબ્બામાં સટ્ટાકીય ભાવ વધારો નોંધાયો છે. જેમાં સીંગતેલ અને કપાસિયા તેલમાં 110 થી 140 રૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો નોંધાયો છે. તેથી સીંગતેલ ડબ્બો 2740 થી વધીને 2840 સુધી પહોંચી ગયો છે. તેમજ કપાસિયા તેલનો ડબ્બો 1640 થી વધીને 1740 ને પાર પહોંચી ગયો છે. એક સપ્તાહમાં ડિમાન્ડ ન હોવા છતા સટોડિયાઓ દ્વારા કૃત્રિમ ભાવ વધારો કરી નાખ્યો હોવાનું અનુમાન છે.

બારમાસી સીંગતેલની સીઝન પૂર્ણ થતા ભાવ વધારો થયો
બારમાસી સીંગતેલની સીઝન પૂર્ણ થતા ભાવ વધારો થયો છે. જેમાં તાજેતરમાં જ સીંગતેલના ભાવમાં ડબ્બે રૂ. 50નો વધારો કરવામાં આવ્યો હતો. તેથી સીંગતેલ તેલના ડબ્બાનો ભાવ રૂ.2720એ પહોંચ્યો હતો. તથા કપાસિયા તેલમાં ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો હતો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.1590એ પહોંચ્યો હતો. સીંગતેલ નવા ટીનનો ડબ્બો 2670 માં 50 રૂપિયા વધીને 2720 રૂપિયા થયા હતા. તેમજ કપાસિયા તેલનો ડબ્બો 1530 હતો જેમાં 60 રૂપિયા વધીને 1590 થયા હતા. સીંગતેલમાં ધીમી ગતિએ ભાવ વધારો યથાવત રહેવાના એંધાણ છે. તેમજ ખાદ્યતેલના ભાવ વધારાને અંકુશમાં રાખવામાં પુરવઠા વિભાગ નિષ્ફળ રહ્યું છે.

સિંગતેલ સતત મોંઘુ થતુ જઈ રહ્યું છે
જનતા પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે. વર્ષની શરૂઆતથી જ ખાદ્ય ખાદ્યતેલમાં ભાવ વધારા કરાઈ રહ્યો છે. ત્યારે 2024 ની શરૂઆતથી પાંચમીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે. તેલના વેપારીઓના જણાવ્યા અનુસાર, હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધ-ઘટ થવાની શક્યતા છે. મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવ વધ્યા છે. મગફળીની જે આવક છે તે સિંગદાણામાં ખપી જતી હોવાથી પીલાણમાં નથી જતી. આ કારણે સિંગતેલ સતત મોંઘુ થતુ જઈ રહ્યું છે.

વેપારીએ આપ્યું નિવેદન
સીંગતેલના વેપારીએ કહ્યું કે, આ વર્ષે મગફળીનું પણ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. પરંતુ ગત વર્ષે ગુલાબી ઈયળ અને કપાસના ભાવ ન મળતા ખેડૂતો ફરી મગફળી તરફ વળ્યા છે. રાજકોટ, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાઓમાં મગફળીનું વાવેતર વધ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીનું વાવેતર વધુ થશે.