ભાજપ સરકાર દ્વારા અવારનવાર રાજ્યના શિક્ષીત યુવાનો માટે સરકારી નોકરી અંગે મોટી મોટી વાતો કરતી આવી છે. ગુજરાત સરકાર દ્વારા વિવિધ ભરતી પરીક્ષાઓની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે. સોસિયલ મીડિયામાં રાજ્યના યુવાનો માટે સારી સારી વાતો કરનાર ભાજપ સરકારની પોલ ખુલી છે.
હાલના સમયમાં સરકાર દ્વારા લેવામાં આવેલ વિવિધ ભરતી પરીક્ષા’ઓમાં અમુક પરીક્ષાઓમાં નિમણુંક બાકી છે, કેટલીય પરીક્ષાઓના પરિણામ જાહેર કરવાના બાકી છે સાથે-સાથે કેટકેટલી પરીક્ષાઓ તો એવી છે કે જેની માત્ર જાહેરાત જ કરવામાં આવી છે. પરંતુ તેની કોઈ તારીખ જાહેર કરવામાં નથી આવતી, આ તમામ બાબતો અંગે એક અભિયાન ઉભું થયું છે.
આજે સવારે દિનેશ બાંભણિયા સહીત કેટલાક યુવાનો ગાંધીનગર પહોચ્યા હતા. આ દરેક શિક્ષિત યુવાનો દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તારીખ 10 જુલાઈના રોજ આ તમામ બાબતે સરકાર સામે વાત કરવામાં આવી હતી પરંતુ સરકારે એવું કહ્યું હતું કે, તમારી સાથે બીજી વાર ક્યારેક મુલાકાત લેવામાં આવશે એમ કહીને અત્યારે ટાળ્યું હતું. જેના કારણે આજ રોજ એટલે કે તારીખ 25 ઓગસ્ટના રોજ આ દરેક યુવાનો કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ પાસે પહોચ્યા હતા. આજે ગુજરાતના દરેક શિક્ષિત બેરોજગાર વિદ્યાર્થીઓ હાલમાં આર્થિક, સામાજિક તેમજ માનસિક વેદના માંથી પસાર થઇ રહ્યા છે ત્યારે આ યુવાનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પાસે મદદની આશાએ પહોચ્યા હતા.
યુવાનોએ કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને જણાવતા કહ્યું હતું કે, “આપ શ્રી ને વિનતી છે કે આપ સરકાર સમક્ષ અમારી રજૂઆતનું માધ્યમ બનો અને ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના દરેક સવાલોના નિરાકરણ લાવી આપે એ દિશામાં પ્રયાસ કરો એવી અમારી અપેક્ષા છે.”
શિક્ષિત યુવા સમિતિ દ્વારા ગાંધીનગર કમલમ ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. તેમાં આગેવાન દિનેશ બાંભણિયા અને યુવરાજ સિંહ જાડેજા તથા અન્ય આગેવાનો દ્વારા બીજી મીટીંગ ની તારીખ નક્કી કરવા અને ટેટ-ટાટના ઉમેદવારોના ફોર્મ ભરવાની રજૂઆત કરવામાં આવી. તથા અન્ય ભરતીઓ જે અટકી પડી છે અને અમુકના પરિણામો થતા નિમણુંક કરવાની બાકી છે તેવા દરેક યુવાનોને જલ્દી ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
સીઆર પાટીલ દ્વારા શિક્ષિત યુવા સમિતિને જણાવતા કહ્યું હતું કે, “આજ રોજ હું મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ વાતની જાણ કરીશ અને આ વાતનો જલ્દી થી જલ્દી નિવારણ લાવી શકાય એ માટે માંગ કરીશ.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews