પાકિસ્તાન પર એર સ્ટ્રાઇકની ગુજરાતમાં સીધી અસર: આ શહેરોના એરપોર્ટ સંપૂર્ણ બંધ; અમદાવાદથી 3 ફ્લાઈટ રદ….

Gujarat Airports Closed: પાકિસ્તાનમાં ભારતે કરેલી એર સ્ટ્રાઈકના પગલે ઉત્તર ભારતમાં હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ છે, જે સાથે વિવિધ એરલાઈન્સે તેમની ફ્લાઇટ્સ (Gujarat Airports Closed) રદ કરી છે.જામનગર એરપોર્ટ, રાજકોટ એરપોર્ટ અને ભૂજ એરપોર્ટ પર ફ્લાઇટનું ટેકઓફ અને લેન્ડીંગ સુરક્ષાના કારણોસર બંદ કરાયું છે.

ભુજ એરપોર્ટ બંધ
ગુજરાતમાં ઇન્ડો-પાક બોર્ડર નજીક આવેલા કચ્છ જિલ્લાના ભુજ એરપોર્ટને પણ બંધ કરી દેવાયું છે. ભુજથી મુંબઈ-અમદાવાદ અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ કરી દેવામાં આવી છે. કચ્છ એરપોર્ટને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં આવેલા ભુજ સહિત રાજકોટ અને જામનગર એરપોર્ટને પણ અચોક્કસ મુદ્દત માટે સામાન્ય નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

વિવિધ ફ્લાઈટ રદ્દ કરાઈ
ભુજ એરપોર્ટને બંધ કરી દેવાથી મુંબઈથી સવારે આવતી અને જતી બે ફ્લાઇટ ઉપરાંત અમદાવાદથી આવતી અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ કરી દેવામાં આવી છે. ભુજમાં આવેલા એરપોર્ટ ઉપર આવતી જતી સિવિલિયન ફ્લાઇટ માટે ભુજ એરફોર્સ સ્ટેશનના રન-વે નો ઉપયોગ કરવામાં છે.

સરહદી વિસ્તાર હાઈ એલર્ટ પર
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને પગલે ગુજરાત સહિત દેશના તમામ સરહદી વિસ્તારને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. યુદ્ધના સંજોગોમાં પાકિસ્તાન તરફથી પણ કાર્યવાહી થઈ શકે છે. જેના ભાગરૂપે ભુજ, રાજકોટ અને જામનગર એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.