જો તમારા ઘરમાં કોઈની ઉંમર 60 વર્ષથી વધુ છે, તો આ સમાચાર તમારા માટે ખુબ જ સારા સાબિત થઇ શકે છે. હવે સરકાર ઘરે બેઠેલા વૃદ્ધોને દર મહિને 3,000 રૂપિયા પેન્શન(Pension) તરીકે આપશે, પરંતુ આ માટે કેટલીક શરતો રાખવામાં આવી છે. મોદી સરકારની આ યોજનાનો લાભ તે તમામ ખેડૂતોને મળી શકે છે, જેઓ પીએમ કિસાન સન્માન નિધિ(PM Kisan Sanman Nidhi)નો લાભ લઈ રહ્યા છે.
તેમજ 12 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર પીએમ કિસાનના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ કિસાન માનધન યોજનાનો લાભ આપી રહી છે. માનધન યોજના માટે કોઈ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત તેમાં જોડાવાથી, તમે ખિસ્સામાંથી ખર્ચ કર્યા વિના વાર્ષિક 36000 મેળવી શકો છો.
દર વર્ષે થશે મોટી કમાણી:
પીએમ કિસાન માનધન યોજના હેઠળ નાના સીમાંત ખેડૂતોને દર મહિને પેન્શન આપવાની યોજના છે. જેમાં 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા એટલે કે વાર્ષિક 36,000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. જો કોઈ ખેડૂત પીએમ-કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યો છે. તો તેણે પીએમ કિસાન માનધન યોજના માટે કોઈ દસ્તાવેજ આપવાના રહેશે નહીં.
પીએમ-કિસાન યોજનામાંથી મળેલા લાભોમાંથી સીધા યોગદાન આપવાનું પસંદ કરવાનો વિકલ્પ છે. આ રીતે ખેડૂતે પોતાના ખિસ્સામાંથી સીધા પૈસા ખર્ચવા પડશે નહીં. 6000, તેનું પ્રીમિયમ પણ કાપવામાં આવશે. ખેડૂતને ખર્ચ કર્યા વિના વાર્ષિક 36,000 અને કેટલાક હપ્તા પણ અલગથી મળશે. કિસાન માનધન યોજના હેઠળ, 18-40 વર્ષ સુધીનો કોઈપણ ખેડૂત તેમાં નોંધણી કરાવી શકે છે.
જો કે, મહત્તમ 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતો જ આ યોજનાનો લાભ લઈ શકશે. તેઓએ ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ માટે સ્કીમ હેઠળ 55 થી 200 રૂપિયાનું માસિક યોગદાન આપવું પડશે. જો તમે 18 વર્ષની ઉંમરે જોડાશો તો માસિક યોગદાન 55 રૂપિયા પ્રતિ માસ થશે. જો તમે 30 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાઓ છો, તો દર મહિને 110 રૂપિયાનું યોગદાન આપવાના રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.