એલોન મસ્કે 2 લાખ ભારતીયોના ટ્વિટર એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ: એક ક્લિક પર જાણો કારણ…

Twitter Updates: એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તેનો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ ભારતમાં નીતિના ઉલ્લંઘન(Twitter Updates) માટે 2,13,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ડેટા 26 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2024 વચ્ચેનો છે.

કુલ 1,235 એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
X એ આ એકાઉન્ટ્સ પર શા માટે પ્રતિબંધ મૂક્યો છે તેના કારણોમાં પીડોફિલિયા અને બિન-સંમતિપૂર્ણ નગ્નતાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. આ સિવાય પ્લેટફોર્મ પર આતંકવાદને પ્રોત્સાહન આપતા એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન કુલ 2,12,627 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કેટલાક એકાઉન્ટ્સને પણ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે કારણ કે તેઓ X પર ગેરકાયદેસર સામગ્રી શેર કરી રહ્યા હતા. આતંકવાદને પ્રોત્સાહન આપતા કુલ 1,235 એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

એકાઉન્ટ સસ્પેન્શન અંગે કુલ 86 ફરિયાદો મળી હતી
કંપનીએ કહ્યું છે કે X એવી કોઈપણ કન્ટેન્ટને ચલાવી લેતું નથી જે બાળ જાતીય શોષણને પ્રોત્સાહન આપે છે અથવા તેને વધારે છે. આમાં મીડિયા, ટેક્સ્ટ સાથેના ફોટા અથવા કમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલી છબીઓનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન, X ને વપરાશકર્તાઓ તરફથી કુલ 5,158 ફરિયાદો મળી હતી. એકાઉન્ટ સસ્પેન્શન અંગે કુલ 86 ફરિયાદો મળી હતી, જેમાંથી 79 સ્વીકારવામાં આવી હતી અને અન્ય 7 નકારી કાઢવામાં આવી હતી.

તમારું એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે
જો તમે પણ X નો ઉપયોગ કરો છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. જો તમે પહેલા એક વાર કંપનીની કન્ટેન્ટ પોલિસી વાંચો તો સારું રહેશે. આ સિવાય, ભૂલથી પણ બાળ યૌન શોષણ અથવા નગ્નતાને પ્રોત્સાહન આપતું કન્ટેન્ટ શેર કરશો નહીં. આતંકવાદ અને આતંકવાદ સંબંધિત કન્ટેન્ટ પર પણ નજર રાખો.